મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર- છેલ્લા 1 દિવસમાં નવા નોંધાયેલા કેસોની સંખ્યા 3 હજારને પાર
- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત
- 24 કલાકમાં નોઁધાયા 3 હજારથી વધુ નવા કેસ
મુંબઈઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનું જોખમ વર્તાઈ રહ્યું છે ત્યાર બાદ પ્બીજી લહેર ઉગ્ર જોવા મળી હતી જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, કોરોનાની બીજી લહેર દરમિયાન સ્થિતિ ખૂબ નાજુક હતી જો કે ઘીરે ઘીરે બીજી લહેરનું જોખમ પણ ઘટતું જોવા મળ્યું ત્યારે હાલ દેશમાં કોરોનાના નવા નોંધાતો કેસ ઓછી સંખ્યામાં જોવા મળે છે ,જો કે દેશના કેટલાક રાજ્યો હાલ પણ કોરોના મહામારીની સામે લડત લડી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે.
વિતેલા દિવસને બુધવારના રોજ દેશના રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના 3 હજાર 187 નવા કેસ નોંધાયા હતા અને આ મહામારીને કારણે વધુ 49 દર્દીઓના મોત થયા હતા. આ સાથે, કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને હવે 65 લાખ 47 હજાર 93 થઈ ચૂકી છે, તો બીજી તરફ કોરોનાથી મૃ્તયુ પામનારાની સંખ્યા 1 લાખ 39 હજાર 11નો આંકડો વટાવી ચૂકી છે.
કોરોનાના કેસ મામલે આરોગ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી આપતા જણાવ્યું કે હતું કે છેલ્લા એક દિવસમાં 3 હજાર 253 લોકો એ કોરોનાને મોત આપી છે અને સાજા થઈને ઘરે પરત ફર્યા થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી અત્યાર સુધીમાં 63 લાખ 68 હજાર 530 લોકો સાજા થયા છે. હાલમાં 36 હજાર 675 દર્દીઓ મહારાષ્ટ્રમાં સારવાર હેઠળ છે.એટલે કે એક્ટિવ કેસ છે.