ઘણી જગ્યાએ આજે પણ થાળીના બદલે પાદંડામાં પીરસાય છે ભોજન ,જાણો આ માટે કયા પાન વપરાય છે
- પાદંડામાં પીરસાતપું ઙઓજન સાત્વિક ભોજન
- વેસ્ટનો ઉપયોગ ખાતર બનાવામાં કરી શકાય છે.
સામાન્ય રીતે આપણા સૌ કોઈને કાંચની પ્લેટ સ્ટિલની થાળી કે ફાઈબરની ડિશમાં જમવાની આદત હોય છે જો કે આજે પણ ભારત દેશના કેટલાક વિસ્તારો પારંપારીક રીતે ભોજનની થાળીમાં સ્વાદ માણતા હોય છે ,ઘણા ગામડાઓમાં લગ્ન પ્રસંગે આજે પણ બાજદળીયા કે કળના પાનમાં ભોજન પીરસવામાં આવે છે.ખાસ કરીને આ પાંદડાઓમાં ભોજન પીરસવાથી ભોજનની ગુણવત્તા તો જળવાઈ જ રહે છે સાથે વાસણ ઘોવા પડતા નથી અને તેનો જે વેસ્ટ નીકળે છે તેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે.તો ચાલો જાણીએ કયા કયા ઝાડના પાનમાંથી ભોજનની ડીશ બનાવામાં આવે છે.અને તેમાં જમવામાં આવે છે.
કેળના પાન
કેળાના પાંદડાથી પ્લેટ્સ પણ બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આજે પણ ઘણા લોકો કેળાના પાંદડા પર જ ખાવાનું પસંદ કરે છે. કારણ કે તે ઘણા સ્વરૂપમાં આરોગ્યની કાળજી લે છે.
સાખૂના પાન
પહાડી વિસ્તારોમાં સાખૂનું ઝાડ હોય છે જેથી આ વિસ્તારમાં આ પાનની થાળી બનાવામાં આવે છએ, ઉત્તર ભારતમાં લગભગ તમામ જંગલોમાં આ ઝાડ જોવા મળે છે. આ ઝાડ ખૂબ જ લાંબુ હોય છે અને તેના પાંદડા પહોળા હોય છે. લગ્નમાં સાખૂના પાંદડામાં ભોજન કરવામાં આવે છે
ખાખરાના પાન
ઘણી જગ્યાઓ પન ચાટ કે પછી ફ્રૂટ આપવા માટે આ પાનનો ઉપયોગ કરવામાં આવે છએ જદેથી પ્લાસ્ટિકની ડિશનો ઉપયોગ ન કરવો પડ અને પર્યાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પાનમાંથી આપણે ખાતર બનાવી શકીએ છે પાનની ડિશ પર્યાવરણ માટે બેસ્ટ છે.
આ સાથે જ ગુજરાતના ડાંગ જીલ્લા સહીત આદિવાસી વિસ્તારમાં ખાખરાના પાનના બાજ દળિયા એટલે કે ડિશ અને વાટકી બનાવી તેમાં ભોજન આપવામાં આવે છે, ખાસ કરીને લગ્ન પ્રસંગે આ બાજ દળઈયાનો રિવાજ આજે પણ અનેક આદિવાસી વિસ્તારમાં જોઈ શકાય છે.