મે વેકેશનમાં ગુજરાતના આ સ્થળોની લો મુલાકાત, કુદરતી સાનિધ્યના અદ્ભૂત નજારાઓ મળશે જોવા
થોડા જ દિવસોમાં હવે રાજ્યભરમાં વેરેશન પડવાનું છે ત્યારે દરેક લોકો ઘરની બહાર ફરવા માટે નીકળતા હોય છે આવી સ્થિતિમાં જો તમે ગુજરાતમાં જ ફરવા માંગો છો તો ઘણા એવા સ્થળો છે જેની તમે મુલાકાત લઈ શકો છો, તો ચાલો જાણીએ તમે ક્યા ફરવા જઈ શકો છો.
સોમનાથ- સોમનાથ મંદિરની સાથે સાથએ ત્રિવેણી સંગમ આકર્ષણનું કેન્દ્ર છે,આ સાથે જ અહી બોટિંગ કરવાની પણ મજા છે.મંદિરના દર્શનની સાથે સાથે તમે અહીં શઓપિંગની પણ મજા માણી શકો છો.
સોમનાથનું નામ ન આવે તોતો પ્રનાસની મજા અઘુરી કહેવાય, સોમનાથનો લાંબો દરિયા કિનારો અને ત્યાનું સુંદર મનમોહક વાતાવરણ આપણું દિલ જીતી લે છે, સોમનાથ ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો માંથી એક છે અને ફરવા માટે એક ખૂબ જ સારી જગ્યા છે. આ સ્થળ ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગ માનું એક છે. આ એક એવું શહેર છે, જે પૌરાણિક કથાઓ થી ઘેરાયેલું છે.અહી આસપાસમાં ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, રામ મંદિર અને ભાલકા કુષ્ણ મંદિર પણ જોવા લાયક સ્થળો છે,આ સાથે જ સોમનાથની ચોપાટી આકર્ષમનું કેન્દ્ર બને છે.
દ્રારક – શિવરાજપુર બીચને આંતરાષ્ટ્રીય બ્લ્યુ ફ્લેગનો દરજ્જો મળ્યો છે,ગુજરાતની ભૂમિને ચમકાવી છે, આ એક ધાર્મિક સ્થળ પણ છે,જ્યા કુદરતી રીતે ચાર ચાંદ લાગી ગયા છે.શિવરાજપુર બીચ એકદમ સાફ છેત્યાનું પાણી શુદ્ધ જોવા મળે છે.જે ઋકમણી મંદિરથી 15 થી 20 મિનિટના અંતરે આવેલો બીચ છે.તેનું ચોખ્ખું પાણી અને પથરાળ દરિયાકિનારો મનમોહી લેશે.પ્રવાસી માટેનું ખરેખર ઉત્તમ સ્થળ છે.
સાપુતારા-હિલ સ્ટેશન – પશ્ચિમ ઘાટમાં આવેલ સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં એક વિચિત્ર નાનું હિલ્સ સ્ટેશન છે. જે તેના સુંદર લીલા જંગલો, પર્વતો અને ઘોઘથી ઘેરાયેલું છે.અહી ટ્રેકિંગ પણ થાય છે, આ સાથે જ પહાડોની વચ્ચે બોટિંગ માટેનું જે લેક છે તે આકર્ષણનું કેન્દ્ર બને છે.અહીં પ્રવાસીઓને એક અદ્ભુત શાંતિની પ્રાપ્તિ થાય છે.
જો તમે ગુજરાતમાં ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે સાપુતારાની મુલાકાત લેવી જોઈએ,અહી તમને સાયકલિંગની મજા,રોપવેની મજા તેમજ બોચટિંગની મજા પણ મળી રહે છે.ગુજરાતનું હિલ સ્ટેશન સાપુતારા ખૂબ જ ફેસમ સ્થળ છે.દિવાળઈની રજા માટે બેસ્ટ ઓપ્શન છે,જો કે તમારે પહેલાથી બુકિંગ કરાવું જરુરી છે કારણ કે બારેમાસ અહી હોટલો પેક રહે છે
જૂનાગઢ-ગિરનાર સૌરાષ્ટ્રની શાન એટલે ગિરનાર, જ્યા કુદરતી વાતાવરણની સાથે ધાર્મિક અનુભવનો લ્હાવો પણ મળે,જૂનાગઢ ગુજરાત રાજ્ય નું મુખ્ય પ્રવાસ સ્થળો માંથી એક છે. રાજ્યની રિયાસ્તી રાજઘાની હોવાને લીધે આ ઘણા ઐતિહાસિક સ્મારકો નું કેન્દ્ર છે. જૂનાગઢ ગિરનારના પહાડો અને વિશ્વ પ્રસિદ્ધ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ની ખુબજ નજીક આવેલું છે.અહી તમે 3 થી 3 દિવસ રહી શકો છો, આ માટે હોટેલની પણ સુવિધાઓ છે, ગિરનારની તળેતી ફરવાનો લ્હાવો ખૂબ અનોખો છે,હવે તો અહીં રોપવે પણ ચાલુ થી છે જેથી તમારા પ્રવાસની મજા બમણી થઈ જશે.