Site icon Revoi.in

મહેસાણામાં 2 વર્ષમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના હેઠળ 8.15 લાખ લોકોએ લાભ લીધો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકોએ યોગ્ય આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે મા-અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેનો લાખો લોકોએ લાભ લીધો હતો. દરમિયાન દેશવાસીઓના યોગ્ય આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી. ગુજરાતમાં આ યોજનાને પગલે મા-અમૃતમ યોજના બંધ કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યો છે. દરમિયાન મહેસાણામાં બે વર્ષના સમયગાળામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા યોજના હેઠલ લગભગ 15 લાખ લોકોએ લાભ લીધો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજનાથી રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્ય સુવિધાઓ વ્યાપક પ્રમાણમાં વિનામૂલ્યે મળી રહે છે. મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે  31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજનામાં 8.15 લાખ જેટલા નાગરિકોને આરોગ્ય સેવાનો લાભ મળ્યો છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે આ યોજના હેઠળ કુલ  51592 લાભાર્થીઓના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા છે. આ દાવાઓ માટે રૂપિયા 113.15 કરોડ જેટલી રકમ દાવાઓ પેટે ચૂકવવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે યુરોલોજી, કેન્સર, સહિત અનેક બિમારીઓમાં યોજનાથી નાગરિકોને વિનામૂલ્યે સેવાઓ મળી છે. મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત કાર્યરત હોસ્પિટલોના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું કે કુલ 11 હોસ્પિટલોમાં આ સેવાઓ મળે છે જે પૈકી સરકારી હોસ્પિટલો છે તેમજ ૩૧ અન્ય ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે.