Site icon Revoi.in

પાકિસ્તાન સાથેની લડાઈની વચ્ચે ઈરાને જણાવી ઈસ્લામિક દુનિયાની સૌથી મોટી મુશ્કેલી

Social Share

તહેરાન: પાકિસ્તાન તરફથી ઈરાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને દેશોની સીમા પર વિદેશી નાગરિકો પર પાકિસ્તાનના અસંતુલિત અને અસ્વીકાર્ય ડ્રોન હુમલાની ઈરાન આકરી નિંદા કરે છે.

ઈરાની વિદેશ મંત્રાલયે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બંને દેસોની સરકારો વચ્ચે સારા પાડોશી અને ભાઈચારાની નીતિનું પાલન કરે છે. બંને દેશોની વચ્ચે સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના સંબંધોમાં દુશ્મનોને તિરાડ પેદા કરવાની મંજૂરી આપતા નથી. ઈરાને પોતાના નિવેદનમાં ભારપૂર્વક કહ્યું છે કે ઈસ્લામિક દુનિયાની હાલની સૌથી મોટી સમસ્યા અત્યાચારી યહૂદી શાસનનો સામનો કરવો છે.

ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી. તેના પછી પાકિસ્તાને પલટવાર કરતા ગુરુવારે સવારે ઈરાનમાં છૂપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન માર્ગ બાર સરમાચર હાથ ધર્યું હતું. રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનની એરસ્ટ્રાઈકમાં નવ બિન-ઈરાનીઓના જીવ ગયા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન પોતાના લોકોની સુરક્ષા અને પોતાની પ્રાદેશિક અખંડિતતાને રેડ ક્રોસ માને છે. તેની સાથે જ ઈરાન એ આશા કરે છે કે પાકિસ્તાનની મૈત્રીપૂર્ણ અને ભાઈચારાની સરકાર પોતાની ધરતી પર આતંકવાદી જૂથોને પ્રોત્સાહન આપવાનું રોકવાના પોતાના દાયિત્વોનું પાલન કરશે.

નિવેદનમાં ઈરાને એ વાત પર ભાર મૂક્યો છે કે ઈરાન, પાકિસ્તાનની ભાઈચારાવાળી સરકાર અને હથિયારોથી સજ્જ આતંકવાદીઓ વચ્ચે અંતરને સમજે છે. ઈરાન હંમેશાથી સારા પાડોશીની નીતિનું પાલન કરે છે અને પોતાના દુશ્મનો અને આતંકવાદી સંગઠનોને આના સંદર્ભે તિરાડ પેદા કરવાની મંજૂરી આપતું નથી. ઈરાને કહ્યું છે કે હાલ ઈસ્લામિક દુનિયાને સૌથી વધુ યહૂદી શાસન (ઈઝરાયલ સરકાર)ના નરસંહાર અને અપરાધ પ્રભાવિત કરી રહ્યા છે.

ઈરાનના વિદેશ મંત્રાલયે નિવેદનામં કહ્યુ છે કે તેણે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કેમ કરી હતી. તેના પ્રમાણે, સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતમાં રહેલા રહેલી ઈસ્લામિક રિવોલ્યૂશન ગાર્ડ્સ કોર્પ્સ ગ્રાઉન્ડ ફોર્સની બોર્ડર ટાસ્કફોર્સે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના ક્ષેત્રમાં ઘૂસણખોરીની તૈયારી કરી રહેલા એક આતંકવાદી જૂથની વિરુદ્ધ આત્મરક્ષામાં કાર્યવાહી કરી હતી.

આ આતંકવાદીઓ રાસ્કમાં આપરાધિક અને આતંકવાદી હુમલાને પાર પાડવાની યોજના બનાવી રહ્યા હતા. ઈરાન તરફથી આ કાર્યવાહી રહેણાંક વિસ્તારથી ઘણાં કિલોમીટર દૂર અને ક્ષેત્રની ઊંચાઈ પર આવેલા આતંકવાદી જૂથના બેરેકો અને મુખ્યમથકો પર કરવામાં આવી હતી. ઈરાન તરફથી આ કાર્યવાહી એક પ્રક્રિયા છે, જે ઈરાનની સીમા પર તહેનાત સુરક્ષા દળો દ્વારા કોઈપણ આતંકવાદી ખતરાનો સામનો કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાનો હિસ્સો છે.

પાકિસ્તાનમાંથી ઓપરેટ થઈ રહેલા આતંકવાદીઓએ ગત મહિને ઈરાની શહેર રાસ્કમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 11 પોલીસકર્મીઓના જીવ ગયા હતા. તેના સિવાય 3 જાન્યુઆરીએ કરમન શહેરમાં વધુ એક આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 90થી વધુ ઈરાની નાગરિકોના જીવ ગયા હતા.