Site icon Revoi.in

ચોમાસામાં આ ફૂલછોડ તમારા ઘરની સુંદરતામાં કરશે વધારો , જાણોલો આ ફુલછોડ વિશે

Social Share

 

ચોમાસાની સિઝન શરુ થઈ ગઈ છે આ ઋતુ એવી ઋતુ છે કે જ્યારે તમે તમારા ઘરના આંગણાની શોભાવધારવા માટે શાકભઆજીના વેલા થી લઈને અનેક પ્રકારના ફુલછોડ વાવી શકો છો જે તમારા ઘરની અને આંગણાની બન્નેની શોભા વધારવાની સાથે સાથે ઓક્સિજન પુરુ પાડવાનું કામ પણ કરે છે જેથી કરીને તમને ઘરમાં જ શુદ્ધ વાતાવરણ અને સુગંઘીત હવા મળી રહે છે.

શાકભાજીના વેલ

જો તમે તમારા ઘરના આંગણઆની શોભા વધારવા માંગો છો અને ઘરનું વેલાનું શાકભઆજી ખઆવા માંગો છો તો તમારા પાસે દૂઘીનો વેલ, કારેલાનો વેલ , ગલકાનો વેલ અને તુરિયાલો વેલ બેસ્ટ ઓપ્શન છે,આ વેલા તમે ઘરના આગંણાના દરવાજાની ચારેબાજુ લગાવી શકો છો જેના કારણે દરવાજાની અંદર પ્રવેશતા વખતે ગ્રીનનરી નો અનુભવ થશે સાથે જ જ્યારે શષાકભાજી આવશે તે પણ ખાવા મળશે.

ફૂલછોડ

જો તમે ઈચ્છો તો ઘરના આંગણા કે અગાસીના ગલગોટાના છોડ વાવી શકો છો  ગલગોટાની લગભગ 50 જાતો મળી રહે છે, જેમાંથી તમે તમારી પસંદ અનુસાર નર્સરીમાંથી છોડ લાવીને વાવી શકો છો. આ સહીત આંગણામાં કે પછી અગાસી ઇપર ગુલમહેંદીનો છોડ સદાબહાર રહે છે અને ખૂબજ સરસ સુગંધ આપે છે.

બીજી વાત કરીએ કાંટાળા છોડની જેના પર ફૂલોના ગુલદસ્તાની જેમ ફૂલ આવે છે.જેનું નામ ક્લિયોમ છે તેનાં ફૂલ ગુલાવી કે આછા રીંગણી રંગનાં હોય છે. એટલું જ નહીં, જો તમે બગીચામાં શાકભાજી વાવતા હોવ તો તો આ છોડ ચોક્કસથી વાવવો જોઈએ. આ છોડના કારણે પાકને નુકસાન કરતા કીડા દૂર ભાગે છે.

આ સહીત તમે ઘરના ટેરેસ પર કુંડાઓમાં કે ફૂટેલા માટલા કે તૂટેલા વાસણમાં અનેક શાકભઆજીના છોજ પણ ઉગાવી શકો છો જેમ કે રિંગણના છોડ, ભીંડાનો છોડ ટામેટા કે મરચીનો છોડ આ માત્ર શોભાજ નથી વધારતા સાથે સાથે જ ઘરમાં શુદ્ધ વાતાવરણ પુરુ પાડે છે અને ઘરનું શાકભઆજી ખાવા મળે છે.