મોરબીમાં જુના પાઠ્ય પુસ્તકો જરૂરત મંદને આપવાનું અભિયાન શરૂ કરાયું, અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ પણ જોડાયું
અમદાવાદઃ મોરબીમાં જુના પાઠય પુસ્તકો પસ્તીમાં મામૂલી કિંમતે આપી દેવાના બદલે જરૂરત મંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભેટ આપી સામાજિક ઉત્તર દાયિત્વની આગવી પહેલ નિભાવવામાં આવી હતી. તે માટે અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘની પ્રેરક પહેલને નિવૃત સેવાભાવી પોલીસ પરિવાર સહિત વિવિધ શૈક્ષણિક સંકુલ અને શાળા કોલેજ , અખિલ ભારતીય શૈક્ષીક મહા સંઘના અન્ય શહેર અને ગામ માં પણ પ્રેરણા રૂપ અનોખા અભિયાન રૂપ પ્રેરક પહેલ માં સાથી હાથ બ ઢા ના એક એકેલા થક જાયેગા ,સાથી હાથ બ ઢા ના ની આહલેક વચ્ચે મળતા સ્વયંભૂ પ્રેરક પ્રતિસાદ વચ્ચે નાના પાયે શરૂ કરાયેલ આ પ્રેરક અભિયાન માં મળી રહ્યોં છે.
આ પ્રેરક પ્રતિસાદ વચ્ચે મોરબીથી શરૂ થયેલી મુહિમમાં ટંકારા અને હળવદ સહિત ગામમાં પણ આ પ્રકારે પોતાના બાળકોના જુના પાઠય પુસ્તકો મામૂલી કિંમતે પસ્તીમાં નહિ આપતા જરૂરતમંદ અને અન્ય વિદ્યાર્થીઓર્થીને ભેટ આપી સહાયભૂત બનાવ કરેલ પ્રેરક પહેલને ખૂબ સારા પ્રતિસાદ વચ્ચે અન્ય ગામ, શહેર અને મહાનગરમાં રહેતા નાગરિકોને પણ અપીલ કરતા નગર જનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સહીત અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ દ્વારા પણ સમગ્ર ગુજરાત ભર માં સંસ્થા ના હોદેદારો અને સેવા ભાવીઓને અપીલ કરી હતી. સાથે આ અંગે વિસ્તૃત માહિતી આપતા અખિલ ભારતીય શૈક્ષીક મહા સંઘના પ્રમુખ દિનેશભાઇ વડસોલાએ આપી હતી.
આમ નાના પાયે શરૂ કરાયેલ અનોખા યજ્ઞમાં દરેક ગામમાં આ પ્રકારે જો પોતાના બાળકો, સંતાનોના જુના પાઠય પુસ્તકો સામાન્ય રીતે પસ્તીમાં મામૂલી કિંમતે આપી દેવાના બદલે અન્ય જરૂરત મંદ પરિવારના બાળકોને નિઃશુલ્ક ભેટ આપવામાં આવે, તો અન્ય જરૂરત મંદ પરિવાર માટે આશીર્વાદ રૂપ બની રહેશે.