મુંબઈમાં રૂ. 14 કરોડથી વધુની કિંમતના ગાંજા સાથે દંપતિ સહિત ચારની ધરપકડ
મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના બનાવો છેલ્લા કેટલાક સમયથી બહાર આવી રહ્યાં છે. દરમિયાન મુંબઈના દહિસર વિસ્તારામાંથી એક દંપતિ સહિત ચાર શખ્સોને રૂ. 14 કરોડના ચરસ સાથે ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધા હતા. આ શખ્સો ચરસનો જથ્થો કાશ્મીરથી લઈને આવ્યાં હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દહિસર વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક શખ્સો પસાર થવાના હોવાની ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી. જેના પગલે વોચ ગોઢવવામાં આવી હતી. આ દરમિયાન શંકાના આધારે એક કાર અટકાવ હતી. તેમજ તપાસ કરતા અંદરથી ચરસનો જથ્થો મળી આવતા અધિકારઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
જેથી પોલીસે બન્ડુ ઉડેનશીવે તેની પત્ની કલેરા, પુત્રી સિન્થીયા તથા જસર જહાંગીર શેખ નામના શખસોની ધરપકડ કરી હતી. આરોપીઓ કાશ્મીરના પ્રવાસના નામે ચરસનો જથ્થો લઈને આવતા હતા. તેમજ પોલીસને કોઈ શંકા ના જાય તે માટે દંપતિ સાથે જ જતું હતું. તેમજ કાશ્મીર પ્રવાસ દરમિયાન પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ રાખતા હતા.
ક્રાઈમબ્રાન્ચે ચારેય આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે. તેમની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુખ્ય આરોપી બંડુ 2010માં પણ 39 કિલો ચરસ સાથે પકડાયો હતો.