હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે હવે નવરાત્રીનો આજે બીજો દિવસ છએ ત્યારે દરેક સ્ત્રીઓ પોતાને સુંદર દેખાવા માટે ચણીયા ચોળી મેકઅપ સહીત આભુષણોનો ઉપયોગ કરે છે જો નવરાત્રીમાં ખઆસ આભૂષણોની વાત કરીએ તો તેમાં ઓક્સોડોઈઝના ઓરનામેન્ટ્સ અને ઉનની દોરીના અથવા તો મોતી વાળઆ ઓરનામેન્ટ્ સ્ત્રીઓને આકર્ષતૃક લૂક આપે છે.
આમ તો દરેક યુવતીઓ પોતાના ઘરેણાની બાબતે ઓક્સોડાઈઝના ઘરેણાને જ મહત્વ આપે છે ,પરંતુ તમે ક્યા પ્રકારની ચોલી અથવા તો કપડાની પસંદગી કરો છો તેના આઘારે તમારે જ્વેલરીમાં શું પહેરવું તે નક્કી કરવાનું હોય છે.
જો તમે સિમ્પલ ચોલી કે જેમાં પ્લેન ચણીયો અને પ્લેન ચોલી પહેરી છે. સાથે દુપટ્ટો ટ્રડિશનલ કેરી કર્યો છે તો તમેરા એક બ્લેક દોરા કે ચેઈન વાળું ઓક્સોડાઈઝનું ડોકિયું ગળામાં પહેરવું જોઈએ આ સાથે જ નાના ઈયરિંગ્સ પહેરવા જોઈએ.
જો તને ગરબે ઘૂમવા હેવી ચણીયા ચોળી પહેરી હોય તો તેના પર તમારે લોંગ ઓક્સોડાઈઝનો હાર , તેની સાથે એક નેક પેક થાય તેવો શાર્ટ હાલ અને લટકણીયા વાળઆ ઝુમખા પહેરવા જોઈએ જેનાથી તમારો લૂક ભરાવદાર બનશે.
જો તમે ટ્રડિશનલ ચોલી નથી પહેરી રહ્યા અને તમે લગ્ન પ્રસંગે પહેરાતી ફેન્સી ચોલી પહેરી છે તો તમે આ ચોલી પર ડાયમન્ડ જ્વેલરી કેરી કરી શકો છો.
આ સાથે જ જો તમે નવરાત્રીમાં તદ્દન ભરેલી કચ્છી વર્કની ચોલી, કેટીયું કે પછી ભરતકામ વાળા કોી પમ પ્રકારના કપડા પહેર્યા છે તો તમે એક દમ ભરાવદાર ઘરેણા કેરી કરી શકો છો.જેમાં લોંગ સેટ, ડોકિયું, હાથના કડા,બિંદીયા વગેરે તમારા લૂકને વધુ આકર્ષક બનાવશે.
આ સાથે જ ગમે તે પ્રકારની ચણીયા ચોળઈ પર તમે ઉનના બનાવેલા ઓરનામેન્ટ્સ કે જેમાં દોરી ઊનની હોય છએ અને કોળી કે આભાલા કે છીપલા જેવા દરિયાઈ જીપોમાંથી આ ઘરેણા બને છે તે તમે કેરી કરી શકો છો.જે તમને એકદમ શાનદાર લૂક આપે છે.