દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં ફરીથી રાજાશાહી લાગુ કરવા અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીની અંતર ચાલી રહેલા આંતિક વિવાદ વચ્ચે આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને દેશના અનેક સંગઠનો અને સંસ્થાઓએ સમર્થન પુરુ પાડ્યું છે. કોરોના મહામારી વચ્ચે પણ હજારો લોકો રાજાશાહી લાગુ કરવા અને હિન્દુ રાષ્ટ્રની માંગણી સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે.
નેપાળામાં વર્ષ 2008માં ગણતંત્રની સ્થાપના થઈ હતી. જ્યારે 12 વર્ષમાં પ્રથમવાર દેશના અનેક સંગઠનો રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્રની માંગણી સાથે રસ્તા ઉપર ઉતર્યાં છે. નવુ સંવિધાન લાગુ થયા બાદ કેબિનેટમાં ઉપપ્રધાન મંત્રી અને વિદેશ મંત્રી રહી ચુકેલા રાષ્ટ્રીય જનતા પાર્ટીના અધ્યક્ષ કમલ થાપાના જણાવ્યા અનુસાર નેપાળની પ્રજાનો આક્રોશ જુનો છે. વર્ષ 2006 બાદ તત્કાલીન સંસદીય દળો અને વિદ્રોહી માઓવાદીઓ વચ્ચે સમહતી થઈ હતી અને તેમણે મળીને રાજાશાહીને હટાવી હતી. હવે લોકોનો ગુસ્સો રાજકીય પક્ષોની જગ્યાએ રાજનૈતિક વ્યવસ્થાને લઈને છે. જો કે, નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રજીએ રાજાશાહી લાગુ કરવાની માંગણી નથી કરી પરંતુ વર્તમાન શાસન સામે આકરા પ્રહાર કરતા આવ્યાં છે.
પૂર્વ રાજાના સચિવ સાગર તિમલસીનાએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રજીને વિરોધ પ્રદર્શન સાથે કોઈ લેવા-દેવા નથી. રસ્તા ઉપર અનેક લોકો રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના સમર્થક છે. તેમજ પૂર્વ સૈનિક અને પોલીસ કર્મચારીઓ પણ રાજાના પક્ષમાં બોલી રહ્યાં છે. આંદોલનમાં રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી ઉપરાંત પૂર્વ મંત્રી કેશર બહાદુર બિષ્ટના નૈતૃત્વપાળી રાષ્ટ્રીય શક્તિ નેપાળ પણ જોડાઈ છે. આ ઉપરાંત નેપાળનું શિવસેના અને શ્રીસ શમશેર રાણાનું યુવા સંગઠન પણ આંદોલનને સમર્થન આપી રહ્યું છે.