1. Home
  2. ગુજરાતી
  3. વિદેશી ફંડ મેળવવા માટે NGOના તમામ સદસ્યોએ ધર્માંતરણને લઈને આપવું પડશે એફિડેવિટ
વિદેશી ફંડ મેળવવા માટે NGOના તમામ સદસ્યોએ ધર્માંતરણને લઈને આપવું પડશે એફિડેવિટ

વિદેશી ફંડ મેળવવા માટે NGOના તમામ સદસ્યોએ ધર્માંતરણને લઈને આપવું પડશે એફિડેવિટ

0
Social Share
  • વિદેશી ફંડ મેળવનારી એનજીઓને લઈને નવુ જાહેરનામું
  • એનજીઓના તમામ સદસ્યોને ધર્માંતરણ માટે આપવું પડશે એફિડેવિટ
  • વિદેશી યોગદાન નિયમન નિયમ-2011માં પરિવર્તનની કરાઈ ઘોષણા

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા નવા નિયમો પ્રમાણે, હવે કોઈપણ બિનસરકારી સંગઠન દ્વારા વિદેશમાંથી ફંડ પ્રાપ્ત કરવા માટે તેના કર્મચારીઓ અને અધિકારીઓને સરકાર સમક્ષ ઘોષણા કરવી પડશે કે તેમના ઉપર ધર્માંતરણના મામલામાં કોઈ કેસ ચાલી રહ્યો નથી, અથવા તે ક્યારેય આ આરોપમાં દોષિત ઠેરવાયા નથી.

સોમવારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં વિદેશી યોગદાન (નિયમન) નિયમ-2011માં પરિવર્તન પણ ઘોષિત કરવામાં આવ્યા છે. તેમા કહેવામાં આવ્યું છે કે હવે વ્યક્તિઓને એક લાખ રૂપિયાના મૂલ્ય સુધીની અંગત ભેંટની ઘોષણા કરવી પડશે નહીં. આના પહેલા 25 હજાર રૂપિયાથી વધુ કિંમતની ભેંટની ઘોષણા કરવી ફરજિયાત હતી.

જાહેરનામા પ્રમાણે, કોઈપણ એનજીઓના પદાધિકારીઓ તથા મુખ્ય અધિકારીઓ અને સદસ્યો માટે આ પ્રમાણિત કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે કે તેમણે ક્યારેય કોઈ ધર્મથી અન્ય ધર્મમાં ધર્માંતરણ કરાવવાના અથવા કોમવાદી તણાવ અથવા વૈમનસ્ય ફેલવવા બદલ આરોપી બનવવામાં આવ્યા નથી, અથવા દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

આના પહેલા વિદેશી ફંડ પ્રાપ્ત કરવા માટે મંજૂરી માંગનારા રોકાણકારો અથવા ટોચના અધિકારીઓ માટે જ આવી ઘોષણા કરવી ફરજિયાત હતી.

આના સિવાય, હવેથી માત્ર અરજદારને જ નહીં, એનજીઓના દરેક સદસ્યને આ ઘોષણા કરવી પડશે કે તે ક્યારેય વિદેશી ફંડને ડાયવર્ટ કરવા અથવા દેશદ્રોહનો પ્રચાર કરવા અથવા હિંસક રીતોની તરફદારી કરવામાં સામેલ રહ્યા નથી.

નવા નિયમોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદેશ યાત્રા દરમિયાન થનારી કોઈપણ મેડિકલ ઈમરજન્સી માટે કોઈપણ એનજીઓ સદસ્યને વિદેશમાં સારવાર કરાવવાની માહિતી એક માસની અંદર સરકારને આપવી જરૂરી હશે. સદસ્યના ફંડના સ્ત્રોત, ભારતીય રૂપિયામાં અનુમાનિત મૂલ્ય, ઉદેશ્ય અને રકમના ઉપયોગની રીતની માહિતી આપવાની રહેશે.

આના પહેલા આ જાણકારી બે માસમાં ઉપલબ્ધ કરાવવાની રહેતી હતી.

ગત પાંચ વર્ષ દરમિયાન મોદી સરકારે એનજીઓ માટે વિદેશી ફંડ પ્રાપ્ત કરવા સાથે જોડાયેલા નિયમ અને પ્રક્રિયાઓ કડક કરી દીધી છે. કથિતપણે નિયમોના ઉલ્લંઘન માટે લગભગ 1800 એનજીઓથી વિદેશી ફંડ પ્રાપ્ત કરવાની મંજૂરી છીનવી લેવાઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code