ગુજરાતમાં એક વર્ષમાં NCBએ 600 કિલો જેટલો નશિલા દ્રવ્યોનો જથ્થો ઝડપી કુલ 52 આરોપીઓની ધરપકડ કરી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી સામે સુરક્ષા એજન્સીઓએ લાલઆંક કરી છે. દરમિયાન વર્ષ 2021માં એનસીબીએ 600 કિલો નશીલા દ્રવ્યોના જથ્થા સાથે કુલ 52 આરોપીઓને ઝડપી લઈને જેલના પાછળ ધકેલી દેવાયાં છે. તેમજ 2022માં ડ્રગ્સ માફિયાઓ સામે અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એનસીબીએ એક વર્ષના સમયગાળામાં ચરસના આઠ કેસ શોધી કાઢીને 21 આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી 61.43 કિમી ચરસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાંચ કેસમાં એનસીબીએ 490 કિલો ગાંજા સાથે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આવી જ રીતે ઓપિયમ ડ્રગ્સના કેસમાં 19.44 કિલો મુદ્દામાલ જપ્ત કરીને પાંચ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 3 સ્થળો ઉપરથી 9 આરોપીઓને ઝડપી લઈને 5.593 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. એનસીબીએ 4,275 કિલો કોકેઈનના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. હેરોઈનના એક કેસમાં 2.757 કિલો હેરોઈન જપ્ત કરીને બે આરોપીઓને પકડી લેવાયા હતા. મેથામફેટમાઈનના એક કિલોના જથ્થા સાથે 3 આરોપીઓની એનસીબીએ ધરપકડ કરી હતી. આવી જ રીતે મેથાક્યુલોનના બે કેસમાં 7.500 કિલો જપ્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માદવ દ્રવ્યોની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. દરિયાકાંઠા વિસ્તારમાંથી એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં જ કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ આ ડ્રગ્સના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.
(PHOTO-FILE)