Site icon Revoi.in

‘ઓપન ગુજરાત સ્ટેટ તાઈક્વોન્ડા ચેમ્પીયનશીપ’માં વડોદરાની ટીમ 13 ગોલ્ડ મેડલ મેળવી અગ્રેસર રહી

Social Share

અમદાવાદઃ સુરતમાં તાજેતરમાં ‘ઓપન ગુજરાત સ્ટેટ તાઈકવોન્ડો ચેમ્પીયનશીપ’ યોજાઈ હતી. જેમાં વડોદરાની તાઈક્વોન-ડો ટીમે સનિયર અને સબ જુનિયર ગ્રુપમાં 13 ગોલ્ડ મેડલ મેળવીને રાજ્ય સ્તરે અગ્રેસર સ્થાન મેળવ્યું હતું. 13 ગોલ્ડ મેટલ પુમ્સેમાં મળ્યાં હતા. બ્લેક બેલ્ટમાં મિમાંશા ભટ્ટે બે ગોલ્ડ મેડલ (ગ્રુપ અને પૈર પુમ્સે)માં જીત્યાં હતા. આવી જ રીતે કલર બેલ્ડમાં ભાવિની સુતારએ બે ગોલ્ડ મેડલ (ગ્રુપ અને પૈર)માં જીત્યાં હતા. આ ચેમ્પીયનશીપમાં વડોદરા ટીમની 10 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

‘વડોદરા ડીસ્ટ્રીક તાઈકવોન-ડો એસોશીએશન,ના સેક્રેટરી જનરલ સુદેશ એક.કોકાટેના જણાવ્યા અનુસાર ‘ગુજરાત સ્ટેટ ઓલમ્પીક એસોશીએશન’ની માન્યતા પ્રાપ્ત ‘ઓલ ગુજરાત તાઈકવોન-ડો એસોશીએશન’ના જનરલ સેક્રેટરી વિકાસ વર્મા દ્વારા ‘ઓપન ગુજરાત સ્ટેટ તાઈકવોન્ડો ચેમ્પીયનશીપ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કુલ સંકુલમાં યોજાયેલી આ ચેમ્પીયનશીપમાં રાજ્યભરની ટીમોએ ભાગ લીધો હતો. વડોદરા જિલ્લામાં 1993થી કાર્યરત સંસ્થા ‘વડોદરા ડીસ્ટ્રીક્ટ તાઈકવોન-ડો એસોશીએશન’ના ચીફ ટેકનિકલ ડાયરેક્ટર  બ્લેક બેલ્ટ 5th ડાન ડિગ્રી હાંસલ કરનારા સુદેશ એક કોકાટેના નેતૃત્વની અંદર સબ જુનિયર અને સિનિયર ગ્રુપમાં વડોદરાની ટીમ મેદાનમાં ઉતરી હતી. રાજ્યભરમાંથી આ ચેમ્પીયનશીપમાં 300 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

વડોદરાની ટીમે પુમ્સેમાં કુલ 13 ગોલ્ડ મેડલ જીત્યાં હતા. બ્લેક બેલ્ટમાં મિમાંશા ભટ્ટે બે ગોલ્ડ મેડલ (ગ્રુપ અને પૈર), રાજકુમાર યાદવએ એક ગોલ્ડ મેડલ (ગ્રુપ), હર્ષદ સોલંકીએ એક ગોલ્ડ મેડલ (પૈર) અને વિજય ભોઈએ બે ગોલ્ડ મેડલ (ગ્રુપ અને પૈર) જીત્યાં હતા.

કલર બેલ્ટમાં વડોદરાની ટીમના ભાવિની સુતારએ બે ગોલ્ડ (ગ્રુપ અને પૈર), મોકશાંગ શાહએ એક ગોલ્ડ (પૈર), કપીલ ગુપ્તાએ એક ગોલ્ડ, ધ્રુવ અલમુરીએ એક ગોલ્ડ (ગ્રુપ), રૈયાન્શ સોમાણીએ એક ગોલ્ડ (ગ્રુપ) અને વિઆન અલમુરીએ એક ગોલ્ડ મેડલ (ગ્રુપ)માં જીત્યો હતો. આ ટીમને ભદ્રેશ ગોરીયાએ કોચીંગ આપ્યું હતું. આમ સમગ્ર રાજ્યમાં આ ચેમ્પીયનશીપમાં વડોદરા તાઈકવોન્ડો ટીમે અગ્રેસર સ્થાન મેળવ્યું હતું.