Site icon Revoi.in

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ ચર્ચને બનાવ્યાં હતા, તોડફોડ કરીને ભયનો માહોલ કર્યો ઉભો

Social Share

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ પાકિસ્તાનમાં વસતા કટ્ટરપંથીઓ ધર્મના નામે હિન્દુ સહિતના લઘુમતી ઉપર અત્યાચાર ગુજારવાનું બંધ નથી કરતા દરમિયાન ફૈસલાબાદમાં કથિત ઈશનિંદાને લઈને ખ્રિસ્તીઓને નિશાન બનાવીને કરાયેલી તોડફોડના કેસમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ફૈસલાબાદના જરાનવાલા જિલ્લામાં ઈશનિંદાના આરોપમાં અનેક ચર્ચોમાં તોડફોડ કરવામાં આવી હતી. ફરીથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ ચર્ચને બનાવેલા નિશાનની ઘટનાને અમેરિકાએ ગંભીરતાથી લઈને ચિંતા વ્યક્ત કરી છે.

પંજાબ સરકારના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રાંતીય સરકારે પણ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અગાઉ, પંજાબના વચગાળાના માહિતી પ્રધાન અમીર મીરે કહ્યું હતું કે “વિસ્તારમાં શાંતિ ભંગ કરનારા ડઝનેક લોકોની અટકાયત કરવામાં આવી છે”. જરાંવાલામાં હિંસા “સુયોજિત કાવતરા” હેઠળ કરવામાં આવી હતી. “જનભાવનાઓને ભડકાવીને શાંતિ ભંગ કરવાની યોજના હતી.” પ્રાંતીય માહિતી મંત્રીએ એમ પણ કહ્યું કે પવિત્ર ગ્રંથના અપમાનની દુ:ખદ ઘટનાની તપાસ ઝડપથી ચાલી રહી છે અને ઉમેર્યું કે જે કોઈ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ચર્ચોની સુરક્ષા કડક કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને અમેરિકા સહિતના અનેક દેશોએ ગંભીર નોંધ લઈને ચર્ચ ઉપર હુમલા કરવાની ઘટનાની નિંદા કરી છે.