પાકિસ્તાનમાં પીએમ શાહબાઝ શરીફની ભલામણ પર રાષ્ટ્રપતિ એ અડધી રાત્રે સંસદ ભંગ કરી
દિલ્હીઃ પાકિસ્તાનમાં છએલ્લા કેટલાક સમયથી રાજકરણમાં હલટલ જોવા મળી રહી છે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે હવે સંસદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનની સંસદતેના પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા જ ભંગ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે મોડી રાત્રે આઉટગોઇંગ વડા પ્રધાન શેહબાઝ શરીફની નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણને મંજૂરી આપી હતી.
આ નિર્ણયથી વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થયો અને આગામી સામાન્ય ચૂંટણીઓનો માર્ગ મોકળો થયો છે. હવે પાકિસ્તાનમાં નવી ચૂંટાયેલી સરકાર રચાય ત્યાં સુધી કેરટેકર સરકાર સત્તા સંભાળશે.નીચલા ગૃહને વિસર્જન કરવા માટે જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણની કલમ 58 હેઠળ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિને પત્ર લખીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ કરી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર વધુ બે દિવસ સત્તામાં રહી શકી હોત અને 11 ઓગસ્ટે સંસદ ભંગ કરવા માંગતી હતી, જો કે ત્રણ દિવસ પહેલા જ સંસંદ ભંગ કરવામાં આવી છે.
વડા પ્રધાન શાહબાઝે બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ અલ્વીને નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવા માટે પત્ર મોકલ્યો હતો, જે ઔપચારિક રીતે રખેવાળ વડા પ્રધાનની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરશે, સંસદના નીચલા ગૃહનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન શાહબાઝ દ્રારા આ મહત્વનો નિર્ણય અપાયો છે.