Site icon Revoi.in

પાટણમાં પણ કોરોના અને ઓમિક્રોનની લહેરને પહોંચી વળવા તંત્ર સજ્જ

Social Share

પાટણ: કોરોના અને ઓમિક્રોનની લહેરને પહોંચી વળવા પાટણ આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. પાટણ જિલ્લામાં ધારપુર મેડિકલ હોસ્પિટલ સહિત રાધનપુર અને સિધ્ધપુર જનરલ હોસ્પિટલ અને તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની અને ઓમિક્રોનની સારવાર મળી રહે તે માટે 1000થી વધુ બેડની વ્યવસ્થા કરવામા આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ધારપુર મેડિકલ હોસ્પિટલમાં બાળકો માટે અલગથી વિભાગ શરૂ કરી વેન્ટિલેટર સહિતની ફેસીલીટી કેવી રીતે આપી શકાય,વધારાનો કેટલો ઓક્સિજન પુરવઠો જોઈએ તેને મેળવવા માટે શું કરી શકાય છે. તે તમામ બાબતે વિચાર વિમર્સ સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ મુદ્દે કલેક્ટર સાથે પણ બેઠક કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમજ આરોગ્ય મંત્રીએ પાટણ સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આઇસીયુ વોર્ડ અને ઓક્સિજન સપ્લાયનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય મંત્રીની સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી સહિત સિવિલ હોસ્પિટલનાં ઓફિસરો, તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.