Site icon Revoi.in

પાટણ પંથકમાં આકાશમાં વાદળો ઘેરાયા, ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

Social Share

પાટણ: શિયાળાનો કારતક પૂર્ણ થઈને માગશર મહિનો બેસી ગયો છે. વારેઘડીએ હવામાનમાં ફેરફાર થતો હોવાથી હજુ જોઈએ તેટલી ઠંડી પડતી નથી. જોકે છેલ્લા બે દિવસથી ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં વાતાવરણે આજે કંઈક અસલી મિજાજ જ દેખાડ્યો હતો. પાટણ જિલ્લામાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધેરાયા હતા. જેના કારણે જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા જગતના તાત પર ચિતાના વાદળો ઘેરાયા છે.

પાટણ જિલ્લામાં ખેડૂતોએ કરેલ 2 લાખ હેકટર જમીનમાં રવિ પાકનું વાવેતર કર્યું છે. પરંતુ વાતાવરણમાં પલટો આવતા એરંડા, રાયડા, ચણા સહિતના પાકમાં રોગચાળો આવી શકે છે.  અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે. આગામી બે દિવસ બાદ અમદાવાદમાં કાતિલ શિયાળો ફરીથી પોતાનો મિજાજ દેખાડશે, અને તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે અને બે દિવસ બાદ શિયાળાનું પ્રભુત્વ વધવનાની સંભાવના દર્શાવી છે. નલિયા 7.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર સાબિત થયું છે, જ્યારે આગામી સપ્તાહથી રાજ્યભરમાં ઠંડી વધશે.

હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી એક સપ્તાહ દરમિયાન તબક્કાવાર ઠંડી વધશે અને તાપમાન 13 ડિગ્રી સુધી જઇ શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 16 ડિસેમ્બરથી લઘુતમ તાપમાન 11ડિગ્રી જઇ શકે છે. રાજ્યમાં આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી.