Site icon Revoi.in

પોરબંદર જિલ્લામાં ઉનાળું વાવણી, સૌથી વધુ મગનું 6865 હેકટરમાં વાવેતર કરાયું

Social Share

પોરબંદરઃ જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. જેથી જળાશયો છલકાયા હતા. જેના કારણે ખરીફ પાક બાદ રવિપાકનું પણ સારુ એવુ ઉત્પાદન થયું હતું. હવે ઉનાળુ પાકનું પણ ખેડૂતોએ વાવેતર કર્યું છે, જિલ્લામાં કુલ 14,160 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મગ, તલ, અડદ અને ઉનાળુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં સૌથી વધારે  મગનું વાવેતર કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં મગનો પાક આંખને ટાઢક કરે તેવો છે. જિલ્લામાં રવિપાકનું એક લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. તેમાં ધાણા, જીરું, ઘઉ અને ચણા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ અને સારુ એવુ ઉત્પાદન થયું હતું. હવે ઉનાળુ પાકમાં મગનું સૌથી વધારે વાવેતર થયું છે અને સારુ એવુ ઉત્પાદન થવાની ધારણા કરવામાં આવી રહી છે. ઉનાળુ પાકનું વાવેતર જોઈએ તો બાજરી -385 હેકટર , મકાઈ -120 હેકટર, મગ -6865 હેકટર, અડદ-100 હેક્ટર, મગફળી- 100 હેક્ટર, તલ- 3610 હેકટરમાં વાવેતર કરાયું છે. જિલ્લાના બરડા પંથકમાં પૂરતી જળરાશી હોવાના કારણે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો ખરીફ, રવિ અને ઉનાળુ એમ ત્રણેય પાક લે છે. હાલ ઉનાળમા મગ, તલ અને અડદ ઉપરાંત મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, હાલ બરડા પંથકમાં ઉનાળુ પાક લહેરાતો જોવા મળી રહ્યો છે.

પોરબંદર જિલ્લાના ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઈના પાણી માંગ કરી હતી. જેને પગલે પોરબંદરના સોરઠી અને વર્તુ-ર ડેમ માંથી સિંચાઈનું પાણી આપવામાં આવતા ખેડૂતોને મોટો ફાયદો થયો છે અને ઉનાળુ પાકનું ઉત્પાદન પણ સારુ એવુ થશે જેને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.