નવી દિલ્હીઃ પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલે આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પ્રાથમિક તપાસમાં આતંકવાદીઓએ કબુલાત કરી હતી કે, તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી આવ્યાં હતા.
પંજાબ પોલીસે જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ સાથે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન મોટી સફળતા મલી છે. અમે એક જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને લશ્કરના આતંકવાદીઓને ઝડપી લીધા છે. આ બંને આતંકવાદીઓ જમ્મુ-કાસ્મીરના નિવાસી છે. તેમની પાસેથી બે આઈઈડી, 2 હેન્ડ ગ્રેનેડ, 2 મેગેજીન સાથે એક પિસ્તોલ, 24 કારતુસ, એક ટાઈમર સ્વિચ, 8 ડેટોનેટર અને 4 બેટરી જપ્ત કરવામાં આવી છે.
In a major breakthrough, SSOC-Amritsar in a joint operation with Central agency busted a LeT module and arrested 2 persons who are residents of J&K
Seizure: 2 IEDs, 2 Hand Grenades, 1 pistol with 2 Magazines, 24 cartridges, 1 Timer Switch, 8 Detonators & 4 Batteries (1/2) pic.twitter.com/IkyVID8IvI
— DGP Punjab Police (@DGPPunjabPolice) October 14, 2023
પંજાબ પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય ફિરદોસ અહેમદ ભટના ઈશારે પંજાબમાં અશાંતિ ફેલાવવાના ઈદારે આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર સહિત પંજાબના અનેક વિસ્તારમાં આતંકવાદી હૂમલાને અંજામ આપવાનું કાવતરુ ઘડ્યું હતું. આ આતંકવાદીઓને ઝડપી લેવા માટે સરહદી રાજ્યોની પોલીસને એલર્ટ રાખવામાં આવ્યાં છે.
સુરક્ષાદળોએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી પાસેથી પીઓકેના એક નાગરિકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ વ્યક્તિનું નામ ઈરશાદ અહમદ ઉ.વ.17 હોવાનું જાણવા મળે છે એટલું જ નહીં તેની માનસિક હાલત યોગ્ય નહીં હોવાનું સુત્રોએ કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે.