Site icon Revoi.in

રાધનપુર તાલુકામાં હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે, પાક નિષ્ફળ જતાં સહાયની માગ

Social Share

પાટણ: ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં સારોએવો વસાદ પડ્યો હતો. જો કે કેટલાક તાલુકામાં વધુ વરસાદને કારણે હજુપણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. અને ખરીફ પાકનું વાવેતર નિષ્ફળ જતાં ખેડુતોની હાલત કફોડી બની છે, પાટણના રાધનપુર તાલુકામાં સીઝનનો 138 ટકા વરસાદ નોંધાયો છે. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ છે. રાધનપુર વિસ્તારમાં અનરાધાર વરસાદ જાણે આકાશી આફત બન્યો હોય તેવા દ્રષ્યો સામે આવી રહ્યા છે, બાદરપુરા ગામે ખેતરો જળમગ્ન બન્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ ગયા છે. જેથી ખેડૂતોએ વાવેલ તમામ પાકો પાણીમાં ગરકાવ થયા છે.

 ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસેલા વરસાદને કારણે ચારેબાજુ તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ ધોધમાર બેટીંગ કરતા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સો ટકાથી વધુ વરસાદ અત્યાર  સુધી ખાબક્યો છે. જેમાં રાધનપુર તાલુકામાં  ખેતરો જાણે તળાવ હોય તેવા દ્રષ્યો સર્જાયા છે,  ખેતરો બેટમાં ફેરવાયા છે અને પાક નિષ્ફળ જવાની તેમજ લીલા દુષ્કાળની ખેડૂતો ચિંતા સેવી રહ્યા છે.

રાધનપુર તાલુકો મુખ્યત્વે ચોમાસુ આધારિત ખેતી કરતો વિસ્તાર છે. ત્યારે ચાલુ વર્ષે વરસાદ સારો થશે અને ખેત ઉત્પાદન સારું થશે તેવી ખેડૂતોને આશા હતી, ત્યારે પ્રથમ તબક્કામાં રાધનપુર વિસ્તારમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ખેડૂતોને આશા બંધાઈ કે આ વર્ષે ચોમાસુ સિઝનમાં જરૂરિયાત મુજબ વરસાદ આવશે અને ખેત ઉત્પાદન સારું થશે. જેથી ખેડૂતો દ્વારા મોંઘી ખેડ ,બિયારણ, સહિતના ખર્ચ કરી એરંડા, કપાસ, કઠોળ સહિત 27000 હજાર હેકટર વિસ્તારમાં વિવિધ પાકોની વાવણી કરી હતી. પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં મેઘરાજા અનરાધાર વરસ્યા અને સતત અવિરત મેઘમંડાણથી ખેડૂતોના વાવેલા પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાધનપુર તાલુકામાં સીઝનનો 138 ટકા વરસાદ નોંધાયો છે. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ છે. રાધનપુર વિસ્તારમાં અનરાધાર વરસાદ જાણે આકાશી આફત બની હોય તેવા દ્રષ્યો સામે આવી રહ્યા છે, ત્યારે બાદરપુરા ગામે ખેતરો જળમગ્ન બન્યા  છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. જેથી ખેડૂતોએ વાવેલ તમામ પાકો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે.  ખેતરોમાં ઢીંચણ સમાં ભરાયેલા પાણી ક્યારે ઓસરે અને ક્યારે શિયાળુ વાવેતર કરવું તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે,  ખેડૂતો સરકાર પાસે પણ સર્વે કરી પાક નુકશાનીનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.