અમદાવાદઃ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, અને તેલગાંણા રાજ્યની વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાતા પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરીની પૂર્ણ થયા બાદ ઈવીએમની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં રાજસ્થાન. મધ્ય પ્રદેશ અને છતીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશ્મકસ હરિફાઈ થઈ રહી છે. રાજસ્થાનમાં ભાજપ 99 અને કોંગ્રેસ 82 બેઠકો પર આગળ છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ 128 બેઠક અને કોંગ્રેસ 99 બેઠક પર આગળ છે. છતીસગઢમાં કોંગ્રેસ 45 અને ભાજપ 44 બેઠક પર આગળ છે. તેમજ તેલગાંણામાં કોંગ્રેસ 66 બેઠક પર અને બીઆરએસ 40 બેઠકો પર આગળ છે. રાજસ્થાનમાં તો દર પાંચ મીનીટે ચડાઉ-ઉતાતર જોવા મળી રહ્યો છે.
રાજસ્થાન સહિત ચારેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે બપોરના 12 વાગ્યા સુધીમાં ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે. આગામી સરકાર કોની બનશે. તે કહેવું હજુ મુશ્કેલ છે. રાજસ્થાનમાં 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થયું હતું. જેમાં શ્રીકરણપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત કુન્નરના મૃત્યુને કારણે ત્યાં ચૂંટણી થઈ નથી. રાજસ્થાનના બાડમેરની શિવ વિધાનસભા બેઠક પર સૌથી વધુ 34 રાઉન્ડ થશે, તેથી આ બેઠકનું પરિણામ સૌથી છેલ્લે આવશે. તે જ સમયે, અજમેર સાઉથ વિધાનસભા બેઠક પર મતોની ગણતરી ઓછામાં ઓછા 14 રાઉન્ડમાં થશે, તેથી પ્રથમ પરિણામ આ બેઠક પરથી આવશે.
રાજસ્થાનના ચૂંટણી જંગમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસે 199માંથી 198 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, ભરતપુર બેઠક પર કોંગ્રેસે રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધન કર્યું છે. જ્યારે ભાજપે 199 બેઠકો પર ચૂંટણી લડી છે. મોટા ચહેરાઓની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી અશોક ગેહલોત સરદારપુરા, સચિન પાઇલટ જોધપુરની ટોંક બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરા સીકર જિલ્લાની લક્ષ્મણગઢ બેઠક પરથી ઉમેદવાર છે.
જ્યારે મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે ચૂંટણીના 16 દિવસ બાદ આજે રવિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણોમાં, ભાજપ 99 અને કોંગ્રેસ 62 બેઠકો પર આગળ છે. 3 બેઠકો પર અન્ય આગળ છે. કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે નિવાસ (મંડલા) બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.ભાજપના CM શિવરાજ સિંહ ચૌહાણ (બુધની), કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (દિમની), કૈલાશ વિજયવર્ગીય (ઈંદોર)ના ત્રણ મોટા ચહેરાઓ આગળ છે. મધ્યપ્રદેશમાં કોની સરકાર બનશે? મત ગણતરી સાથે આ સવાલનો જવાબ આગામી થોડા કલાકોમાં મળી જશે. 12 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર બનવા જઈ રહી છે. આ વખતે પણ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ભાજપે ‘એમપી કે મન મેં મોદી અને મોદી કે મન મેં એમપી’ના નારા સાથે ચૂંટણી લડી છે, તો કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને મોંઘવારીને મુદ્દો બનાવ્યો હતો.
પરિણામની સાથે જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની રાજકીય કારકિર્દી અંગેનો નિર્ણય પણ આવશે. આ વખતે ભાજપે મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરો સામે મૂક્યો નથી. કોંગ્રેસે પણ પોતાનો ચહેરો જાહેર કર્યો નથી પરંતુ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને અઘોષિત ચહેરો માનવામાં આવી રહ્યો છે. 8 એક્ઝિટ પોલમાંથી, 4 ભાજપની સત્તામાં વાપસીની આગાહી કરી રહ્યા છે, જ્યારે 3 પોલ કોંગ્રેસની સરકાર બનાવવાની સંભાવના સૂચવે છે, જ્યારે એક સત્તાની નજીક જણાવે છે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ આવવા લાગ્યા છે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં ઈવીએમની ગણતરી શરૂ કરવામાં આવી હતી.. ભાજપ 30, કોંગ્રેસ 40 અને અન્ય એક પર આગળ છે. પહેલા ભિલાઈના અને છેલ્લે કવર્ધા, પંડારિયા, કસડોલ, સારનગઢ, બિલાઈગઢ, ભરતપુર-સોનહટના પરિણામો જાણવા મળશે. રાજ્યની 90 બેઠકો માટે 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. (FILE PHOTO)