- રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત
- 72 વિદ્યાર્થી અને 50 શિક્ષકો સંક્રમિત
- રાજકોટ જિલ્લામાં કુલ 900 જેટલી હાઈસ્કૂલ
રાજકોટ: કોરોનાવાયરસના વધતા કેસથી બધા ચિંતામાં છે ત્યારે રાજકોટમાં પણ સ્થિતિ હવે કપરી બની રહી હોય તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે સરકાર સ્કૂલોને કેટલીક મર્યાદા સાથે શરૂ કરી રહી છે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત આવતા સરકારની ચિંતામાં વધારો થયો છે. રાજકોટમાં જિલ્લામાં કુલ 900 જેટલી શાળાઓ છે અને અત્યાર સુધીમાં 70 વિદ્યાર્થીઓ અને 50 શિક્ષકો સંક્રમિત જોવા મળ્યા છે.
જો કે સરકાર દ્વારા તો વારંવાર અપીલ કરવામાં આવી રહી છે, કે સરકારી ગાઈડલાઈનનું પાલન કરો અને શક્ય હોય તો બહાર જવાનું પણ ટાળો. દેશમાં હજુ પણ કોરાનાવાયરસ સામેની લડાઈ પૂર્ણ થઈ નથી. વિશ્વના મોટાભાગના દેશોમાં હજુ પણ કોરોનાવાયરસના કેસ મોટી સંખ્યામાં નોંધવામાં આવી રહ્યા છે.