Site icon Revoi.in

રાજકોટમાં મનપાને 9 મહિનામાં 128 કરોડની આવક આવાસના હપ્તા પેટે મળી

Social Share

રાજકોટ: રાજકોટમાં 9 મહિનામાં 31 હજાર આવાસના હપ્તા પેટે 128 કરોડની આવકમનપાને થઈ છે.. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ સુધીમાં 31000થીવધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP– 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આ આવાસના હપ્તા પેટે 9 મહિનામાં મનપાને રૂ.128કરોડ 13લાખ 74હજાર 486ની આવક થઈ છે.

જો કે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં લોકોને પોતાના ઘર મળ્યા છે જ્યારે બીજી તરફ પ્રાઈવેટ પ્રોપર્ટીમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ઘરની ખરીદી કરી છે.

મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટી સંખ્યામાં લોકોને ઘર મળ્યા છે અને આગામી સમયમાં વધારે લોકોને ઘર મળી શકે તેમ છે.