Site icon Revoi.in

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવકથી માલનો ભરાવો થતાં ખેડુતોને આપવી પડી સુચના

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને અનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થયુ છે. અને સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ્સમાં કપાસ, મગફળી સહિત વિવિધ ખરીફપાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં રાજકોટના બેડી ગામ સ્થિત મુખ્ય માર્કેટીંગ યાર્ડ મગફળીના આવકથી ઊભરાઈ જતાં હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે. મગફળી ન લાવવા ખેડુતોને યાર્ડ દ્વારા સુચના આપવામાં આવી છે.

રાજકોટ યાર્ડના સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનાથી યાર્ડમાં મગફળીની ચિક્કાર આવક થઈ રહી છે. અંદાજે એક લાખથી વધારે ગુણી મગફળી યાર્ડમાં ઠાલવવામાં આવી છે. અને શેડમાં જગ્યા ખુટી રહેતા શેડ બહાર ખુલ્લા પટમાં મગફળીના માલ રાખવાની  ફરજ પડી છે. યાર્ડમાં મગફળી રાખવા માટેની જગ્યા જ નથી. એટલે મગફળીના માલનો નિકાલ ન થાય ત્યાં સુધી ખેડુતોને મગફળી યાર્ડમાં નહી લાવવા સુચના આપવામાં આવી છે.  કહેવાય છે. કે, દિવાળી બાદ મીલોમાં મગફળીનું પીલાણ શરૂ કરવામાં આવશે અને હાલ મગફળીથી યાર્ડ ઉભરાયું ગયુ છે. અને ઘણા ખેડુતો યાર્ડમાં મગફળી લઈ આવવાની રાહ જોઈને બેઠા છે. ત્યારે મગફળીની ચિક્કાર આવક થતા તેની અસર ભાવ પર પડી છે. અને છેલ્લા એક અઠવાડિયામાં ભાવમાં રૂપિયા 200 તુટ્યા છે. સપ્તાહ પહેલા મગફળીના પ્રતિકિલોના રૂપિયા 1500થી વધારે ભાવ બોલાવાયા હતા. જ્યારે હાલ પ્રતિ 20 કિલોનો ભાવ રૂપિયા 1300 સુધી પહોંચી ગયો છે. અને તેનાથી ખેડુતોમાં ચિંતા જોવા મળી રહીછે.
રાજકોટ યાર્ડમાં મગફળીની આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે. અને તેની અસર તેલના ભાવ ઉપર પણ પડી હોય ગૃહણીઓ માટે બજેટને બોજો ઓછો પડી રહ્યો છે. મગફળીની આવક થતા સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગ્રહણીઓને રાહત મળી છે.