- કોરોનાના વધતા કેસ વચ્ચે અન્ય રોગ ચાળો વધ્યો
- સપ્તાહમાં શરદી-ઉધરસના 415કેસ નોંધાયા
- ઝાડા–ઉલટીના 76,સામાન્ય તાવના કેસ 128 કેસ
રાજકોટ: શહેરમાં એક તરફ ઓમીક્રોનની દહેશત ફેલાઈ રહી છે ત્યારે બીજી તરફ રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 76 અને શરદી-ઉધરસના 415 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 128 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુનો 1, મેલેરીયાનો 1 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.
સાથોસાથ શ્વાન કરડવાના 371 કેસ નોંધાયા છે. આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 10,504 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 1,686 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસમાં અત્યારે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલ કરતા 6.4 ટકા કેસ ઓછા નોંધવામાં આવ્યા છે.