રાજકોટ: શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન હલ થઈ રહ્યો છે. પણ રખડતા કૂતરાનો ત્રાસ દુર થયો નથી. ત્યારે ફરીવાર રખડતા કૂતરાએ માસુમ બાળકીનો ભોગ લીધો છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પોતાના ઘરની બહાર રમી રહેલી બાળકી પર ચાર કૂતરાઓ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. ચાર વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે 5થી7 શ્વાને હુમલો કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીનો રખડતાં કૂતરાઓએ ભોગ લેતા ખળભળાટ મચી ગયો હતો. બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે ચાર શ્વાને હુમલો કર્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલ બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જંગલેશ્વર વિસ્તારમાં ખડતાં શ્વાનો અંગે સ્થાનિકોએ RMCમાં લેખિત ફરિયાદ કરી હોવા છતાયે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી.
રાજકોટ શહેરમાં કૂતરાનો ત્રાસ વધતો જાય છે. તમામ શેરીઓમાં કૂતરાનો ત્રાસ હોવા છતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. કૂતરાના ખસીકરણ પાછળ મ્યુનિ. દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાંયે શહેરમાં કૂતરાની વસતી વધતી જાય છે. શહેરમાં કૂતરા કરડવાના બનાવો પણ વધતા જાય છે. ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં 12 લાખ 50 હજાર લોકને રખડતાં શ્વાન કરડ્યા છે. એટલે કે દર વર્ષે 4 લાખ, દર મહિને 34 હજાર 700 અને દરરોજ 1150 લોકોને રખડતાં શ્વાન કરડે છે. આ હિસાબે દર 5 મિનિટે ગુજરાતમાં 3 લોકોને રખડતાં શ્વાન કરડે છે. આ આંકડા ચિંતાજનક છે. (file photo)