દિલ્હી-યુપી સહીત ઉત્તરભારતમાં આગામી દિવસોમાં વધશે ઠંડી – વરસાદની પણ શક્યતાઓ
- દિલ્હી – યુપી સહિત ઉતત્રભારતમાં છંડી વધશે
- વરસાદની પણ આગાહી કરવામાં આવી
દિલ્હીઃ હાલ ફેબ્રુઆરીના ઘણા દિવસો નીકળી યા છે છત્તા પણ ઉત્તરભારતમાં છંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.શિયાળામાં જવાની રાહ જોઇ રહેલા લોકો માટે આગળ ઠંડીમાં રાહત મળવાની શક્યતાઓ છે.જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા સાથે, પંજાબ થોડા દિવસો સુધી શિયાળામાં હવે રહેશે.
આ બાબતે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ માટે, ઉત્તર પ્રદેશમાં સવારે અને રાતમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે. આ ઉપરાંત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વી રાજસ્થાનમાં, ઓછામાં ઓછા એક દિવસ આ સ્થિતિ સર્જાશે,હરિયાણા, દિલ્હી, પંજાબ અને ચંદીગઢમાં 13 થી 15 ફેબ્રુઆરી સુધી ધુમ્મસની પ મજોવા મળશે.
હવામાન વિભાગનું કહવું છે કે ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં, આગામી બે દિવસ ખૂબ જ ઠંડીનો અનુભવ થશે. સમાન હવામાન ઉત્તરાખંડમાં રહેવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે, શિયાળો ફરીથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ફરી પાછો ફર્યો છે. જો કે, રાહત એ છે કે આગામી 5 દિવસ માટે વરસાદનો અંદાજ નથી.
આ સાથે જ આગાહી કરાઈ છે કે 15 મી ફેબ્રુઆરી પછી શિયાળો ઓછો હોઈ શકે છે. જોકે ઉત્તરપૂર્વીય ભારતના રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આગામી બે દિવસ સુધી વરસાદની શક્યતાઓ નોંધાઈ છે.
આ સાથે જ રાજધાની દિલ્હીમાં હવામાન વિભાગના અંદાજ મુજબ, મહત્તમ તાપમાન 22 થી 24 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે., પરંતુ એવું પણ અનુમાન કરવામાં આવે છે કે 17 ફેબ્રુઆરીએ દિલ્હી અને આજુબાજુના વિસ્તારો ફરીથી વરસાદ કરી શકે છે