- દિલ્હીમાં મંકીપોક્સનો કહેર
- હવે ખઆનગી હોસ્પિટલમાં બનાવાશે આઈસોલેટ સેન્ટર
દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે આવી સ્થિતિમાં આજે દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ પણ નોંધાયો છે જેને લઈને દિલ્હી સરકારની ચિંતા પણ વધી છે,ત્યારે હવે મંકીપોક્સના કહેરને લઈને દિલ્હી સરકારનું તંત્ર દોડતું થયું છે.
જે રીતે દિલ્હીમાં મંકીપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે તેવી સ્થિતિને જોતા દિલ્હી સરકારે આજરોજ મંગળવારે ત્રણ ખાનગી હોસ્પિટલોમાં આઇસોલેશન રૂમ બનાવવાના આદેશ આપ્યા છે.આજ રોજ દિલ્હીમાં રહેતો અન્ય એક નાઇજીરિયન વ્યક્તિ મંકીપોક્સ સંક્રમિત મળી આવ્યો છે.જે બાદ દિલ્હીમાં કુલ ત્રણ કેસ થઈ ચૂક્યા છે. ત્યારે તંત્રએ ખાનગી હોસ્પિટલમાં આઈસોલેટ વોર્ડ બનાવાની સૂચના આપી છે.
દક્ષિણ દિલ્હીના તુગલકાબાદમાં આવેલી સિટી હોસ્પિટલ અને બત્રા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં મંકીપોક્સના કેસ માટે 10-10 રૂમના આઇસોલેશન સેન્ટર બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ માટે દિલ્હી સરકારના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ નર્સિંગ હોમે 3 ખાનગી હોસ્પિટલોને મંકીપોક્સના કેસ માટે ઓછામાં ઓછા 10 આઇસોલેશન રૂમ બનાવવાનો આદેશ જારી કરી દીધો છે. તેમાંથી 5 રૂમ મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓ માટે રિઝ્રવ રખાશે જ્યારકે અવન્ય 5 બેડમાં મંકીપોક્સ સંક્રમિત દર્દીઓને રાખવામાં આવશે