Site icon Revoi.in

દેશના ગ્રામીણ વિસ્તારોમાં 10 કરોડ ઘરોમાં પાઈપ મારફતે પાણી પુરુ પડાય છેઃ પીએમ મોદી

Social Share

મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં આયોજિત હર ઘર જલ ઉત્સવમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું કે, આજે અમૃત કાળમાં ભારત જે વિશાળ લક્ષ્યો પર કામ કરી રહ્યું છે તેનાથી સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ સીમાચિહ્નો પાર કર્યા છે.

તેમણે કહ્યું કે, આજે ગોવા દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જે દરેક ઘરમાં પાણી પ્રમાણિત કરવામાં આવ્યું છે. દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પણ હર ઘર જલ પ્રમાણિત કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે, બીજી સિદ્ધિ એ છે કે આજે દેશના 10 કરોડ ગ્રામીણ ઘરોને પાઇપ દ્વારા સ્વચ્છ પાણીની સુવિધા સાથે જોડવામાં આવ્યા છે. સરકારના ઘરે ઘરે પાણી પહોંચાડવાના અભિયાનની આ મોટી સફળતા છે. આ પણ દરેકના પ્રયાસનું એક ઉત્તમ ઉદાહરણ છે.

વડાપ્રધાને કહ્યું કે, અમે પ્રતિજ્ઞા લીધી હતી કે ગામડાઓને ODF પ્લસ બનાવવામાં આવશે. દેશે આ સંદર્ભમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નો પણ હાંસલ કર્યા છે. હવે દેશના વિવિધ રાજ્યોના એક લાખથી વધુ ગામડાઓ ODF પ્લસ બની ગયા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, દુનિયાની મોટી મોટી સંસ્થાઓ કહી રહી છે કે, 21મી સદીનો સૌથી મોટો પડકાર જળ સુરક્ષા હશે. એટલા માટે અમારી સરકાર છેલ્લા 8 વર્ષથી આ ભાવના સાથે કામ કરી રહી છે. વિકસિત ભારતના સંકલ્પની પરિપૂર્ણતામાં પાણીની અછત પણ અવરોધ બની શકે છે. પાણી માટે મોટા વિઝનની જરૂર છે. અગાઉની સરકારો માત્ર પાણીની જ વાતો કરતી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, સરકાર બનાવવા માટે મહેનત કરવાની જરૂર નથી, પરંતુ દેશને બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે. આપણે બધાએ દેશ બનાવવાનો માર્ગ પસંદ કર્યો છે, તેથી આપણે દેશના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સતત ઉકેલી રહ્યા છીએ. હવે ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા પણ વધીને 75 થઈ ગઈ છે. તેમાંથી 50 સાઈટ છેલ્લા 8 વર્ષમાં જ ઉમેરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, ભારત જળ સુરક્ષા માટે સર્વાંગી પ્રયાસો કરી રહ્યું છે અને દરેક દિશામાં તેના પરિણામો મળી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં જલ જીવન મિશન હેઠળ સાત કરોડ ગ્રામીણ પરિવારોને પાઈપથી પાણીની સુવિધાથી જોડવામાં આવ્યા છે. આઝાદીના 7 દાયકામાં, દેશના માત્ર 30 મિલિયન ગ્રામીણ પરિવારો પાસે પાઇપ દ્વારા પાણીની સુવિધા હતી.