મુંબઈઃ મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના નવ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પરિવારના તમામ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને જીવન લીલા સંકેલી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાંગલીના મિરાજ ખાતે રહેતા તબીબ દંપતિના ઘરમાં પરિવારના નવ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ડોક્ટરને દંપતીના ઘરે છ અને બીજા માળે ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. દેવું વધી જતા પરિવારને સામૂહિક આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોપટ યાલ્લપ્પા વનમોર (ઉંમર 52), સંગીતા વનમોર (ઉ.વ. 48), અર્ચના વનમોર (ઉ.વ. 30), શુભમ વનમોર (ઉ.વ. 28), માણિક વનમોર (ઉ.વ. 49), રેખા વાનમોર (ઉ.વ. 45) અને આદિત્યનો સમાવેશ થાય છે. માનિક વાનમોર (ઉ.વ. 15), અનિતા માનિક વનમોર (28) અને અક્કાતાઈ વાનમોર (72)એ અંતિમ પગલુ ભર્યાનું જાણવા મળે છે. પોલીસે તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ અકસ્માતે મોત નોંધીને સામુહિક આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી હતી.