જો તમે સાડી પહેરવાના શોખીન છો અને તમને સાડી અવનવી રીતે પહેરવી ગમે તો તો આ કેટલીક ટિપ્સ તમારા માટે છએ જેનાથઈ તમે તમારી જૂની જ સાડીને અવનવી રીતે કરી કરીને સ્ટાઈલિશ દેખાઈ શકો છો.
આ વખતે આ ટી-શર્ટ સાથે તમે સાડી કેરી કરીને જુઓ.આ એકદમ અલગ લુક આપશે.તમે ટી-શર્ટની અંદર વોર્મર પણ પહેરી શકો છો. સાડી પહેરતી વખતે ટી-શર્ટને ઇન કરીને પહેરો અને ઉપર બેલ્ટ બાંધો. આ ખૂબ જ સ્ટાઇલિશ લુક આપશે.
લાંબા ઓવર કોટ સાથે સાડી પહેરવાની ફેશન એવરગ્રીન છે.તમે તેને ગમે ત્યારે અને ગમે ત્યાં ટ્રાય કરી શકો છો. સાડી પરનો ઓવરકોટ ખૂબ જ ગ્રેસફુલ લુક આપે છે.સાડીની ઉપર ઓવરકોટ પહેરવાનો એક ફાયદો એ છે કે,તમને વધારે વજન નથી લાગતું. જો તમે હીલ્સ પહેરો છો, તો ખૂબ જ સ્માર્ટ અને એલિગેંટ લૂક સામે આવે છે.
તમે તમારા મનપસંદ એથનિક જેકેટ સાથે સાડી પહેરી શકો છો. તમે તમારી સાડીના પલ્લુને જેકેટ સાથે પહેરતી વખતે તેને જેકેટ સાથે પણ પિન કરી શકો છો અથવા સાડી પહેર્યા પછી ઉપરથી જેકેટ લઈ જઈ શકો છો.આ જેકેટનું બટન બંધ કરીને પણ તમે જ્વેલરી પહેરી શકો છો. આ તમને ઠંડીથી બચાવશે અને સ્ટાઇલિશ લૂક પણ આપશે.
સાડી સાથે હાઈ નેક બ્લેઝર કે સ્ગ પણ સારો લુક આપે છે. તમારે તેને સાડી પહેરતા પહેલા તેની સાથે મેચ કરવી જોઈએ.જો તમે ઇચ્છો તો, તમે આ રીતે ફુલ સ્લીવનું પ્લેન ટોપ પણ કેરી કરી શકો છો.