Site icon Revoi.in

સાઉદી અરબમાં એક જ દિવસમાં 81 અપરાધીઓને ફાંસીના ફંદે લટકાવાયા

Social Share

દિલ્હીઃ- ઘણા દેશોના કાયદાઓ ખૂબ કડક હોય છે જેમાં સાઉદી અરબની વાત કરીએ તો અહી ઘણા અપરાધ માટે ફાસી આપવી હાથ કાપી નાખવા જેવી સજાઓ હોય છે ત્યારે આ દેશમાં એક જ દિવસે 81 લોકોને ફાસી આપવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણએ વિતેલા દિવસને શનિવારે એક જ દિવસમાં 81 લોકોને આતંકવાદના આરોપો સાથે સંબંધિત ગુનામાં ફાંસી આપવામાં આવી હતી હતી. આ આંકડો છેલ્લા એક વર્ષમાં મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારોની કુલ સંખ્યાની બરાબર નોઁધાયો છે. 

આ સમગ્ર ઘટનાને મામલે સાઉદી પ્રેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામને તમામ જઘન્ય અપરાધો માટે દોષી ઠેરવવામાં આવ્યા છે.જેમાં ઘણા દોષિતો ઇસ્લામિક સ્ટેટ જૂથ, અલ-કાયદા અથવા હુતી બળવાખોર સંગઠનો અથવા અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. 

આ સાથે જ આ નિવેદનમાં એજન્સીએ કહ્યું છે કે જે લોકોને ફાંસી આપવામાં આવી છે તેઓ સાઉદી અરેબિયામાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં નાગરિકોની હત્યા અને સુરક્ષા દળો પર હુમલાનું કાવતરું સામેલ હતું. આ દોષિતો સરકારી કર્મચારીઓ અને મહત્વપૂર્ણ આર્થિક સંસ્થાઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

આ સાથે જતેમનો ઇરાદો કાયદા અમલીકરણ અધિકારીઓ, એજન્સીઓના પોલીસ વાહનોને લેન્ડમાઇન દ્વારા વિસ્ફોટથી ઉડાવી દેવાનો હતો. તેઓ અપહરણ, ત્રાસ, બળાત્કાર, દાણચોરી, હથિયારો અને બોમ્બ વિસ્ફોટના કેસોમાં સંડોવાયેલા હતા. જે 81 લોકોને ફાંસી આપવામાં આવી છે તેમાં 73 સાઉદી નાગરિકો, સાત યમનના નાગરિકો અને એક સીરિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ તમામ પર સાઉદી કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને 13 જજો આ કેસોની દેખરેખ રાખતા હતા.