- દરેક વોર્ડમાં 4માંથી એક ઓબીસી ઉમેદવાર રહેશે,
- રાજકોટ જિલ્લામાં જસદણ સિવાય તમામ પાલિકામાં પ્રમુખપદે મહિલાઓ રહેશે,
- રાજ્ય સરકારે જાહેર કર્યું રોસ્ટર
અમદાવાદ, ગુજરાત સરકારે નગરપાલિકાઓમાં પ્રમુખ માટેના પદનું રોસ્ટર જાહેર કર્યું છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 41 નગરપાલિકાઓમાં પ્રથમ અઢી વર્ષ પ્રમુખપદનું સુકાન મહિલાઓમાં હાથમાં રહેશે. જોકે જનરલ-ઓબીસી સહીત જુદી જુદી કેટેગરી એમાં સામેલ કરવામાં આવી છે. દરેક વોર્ડમાં 1-1 ઓબીસી ઉમેદવાર ફરજીયાત હશે
ઓબીસી અનામતના મામલે લાંબા વખતથી અટકેલી નગરપાલિકાઓ તથા અમુક જીલ્લા પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગવા માંડયા છે ત્યારે રાજય સરકાર દ્વારા રોસ્ટર જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 63 માંથી 41 નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ સુકાન મહિલાઓના હાથમાં રહેશે. આજ રીતે દરેક વોર્ડમાં 1-1 ઓબીસી ઉમેદવાર ફરજીયાત હશે. મોરબી તથા પોરબંદરને મહાનગરપાલિકાનો દરજજો આપવાનું જાહેર કરવામાં આવી હોવાથી રોસ્ટર લીસ્ટમાંથી તેને બાકાત રાખવામાં આવી છે.
રાજયની નગરપાલિકાઓમાં લાંબા વખતથી ચૂંટણી અટકેલી હતી.પરીણામે મહિનાઓથી વહીવટદારોનું શાસન છે. હવે અનામત ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે દિવાળી કે વર્ષાંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે. રાજય ચુંટણી પંચ તથા રાજકીય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે સરકાર દ્વારા નગરપાલિકાઓમાં પ્રમુખપદ માટે રોસ્ટર જાહેર કરવામાં આવ્યુ છે.
રાજયની 150 નગરપાલિકા માટે રોસ્ટરની જાહેરાત કરવામાં આવી છે. તે પૈકી સૌરાષ્ટ્ર-કચ્છની 63 માંથી 41 નગરપાલિકામાં ચૂંટણી પછીના પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખપદ મહિલા અનામત રહેશે. જોકે જનરલ-ઓબીસી સહીત જુદી જુદી કેટેગરી એમાં સામેલ છે. ઓબીસી અનામતનું ચિત્ર સ્પષ્ટ થઈ જ ગયુ છે.જયારે એક વોર્ડમાં એક ઓબીસી ઉમેદવાર ફરજીયાત રહેશે. સામાન્ય રીતે એક વોર્ડમાં ચાર ઉમેદવાર રહેતા હોય છે તેમાં બે મહિલા અને બે પુરૂષ હોય છે. હવે એક ઓબીસી હશે. કચ્છમાં સાતમાંથી બે નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષનું સુકાન મહિલાઓનાં હાથમાં રહેશે. રાજકોટ જિલ્લાની 6 માંથી પાંચ નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષનુ પ્રમુખપદ મહિલા પાસે રહેશે.આજ રીતે સુરેન્દ્રનગરમાં 5 માંથી 2, બોટાદમાં 3 માંથી 2, જુનાગઢ જિલ્લાની 7 માંથી 4, દ્વારકા જિલ્લામાં 7 માંથી 2, જામનગર જિલ્લામાં 4 માંથી 3 મોરબી જિલ્લામાં 3 માંથી 2, ગીર સોમનાથ જિલ્લામાં 5 માંથી 2, અમરેલી જિલ્લામાં 9 માંથી 8, નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષનું સુકાન મહિલાઓના હાથમાં રહેશે.