સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, વરસાદના પડ્યાં ઝાપટાં
રાજકોટઃ ગુજરાતમાં મેધરાજાએ આમ તો વિધિવત વિદાય લઈ લીધી છે. પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સને લીધે રાજ્યના અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં આજે શનિવાર અને કાલે રવિવારે વરસાદના સામાન્ય ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, મારબી અને અમરેલી સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા.
સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ બાદ શુક્રવારે બપોરે અનેક જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢ, અમરેલી અને મોરબી સહિતના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો હતો. અચાનક વરસાદ પડતા ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી હતી. હાલ સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોએ મગફળી ઉપાડી લીધી છે. જેમના કારણે મગફળી પલળવાના કારણે ખેડૂતોને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.
રાજકોટ શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યા પડ્યો હતો. અને રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત શુક્રવારે વહેલી સવારથી અસહ્ય ઉકળાટ બાદ જૂનાગઢ, અમરેલી અને મોરબી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ સુધી સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.
વેધરએનાલીસ્ટ અશોક પટેલના કહેવા મુજબ ગુજરાતમાં શનિ-રવિવાર બે- દિવસ હળવા ઝાપટાંની શકયતા છે. ગુજરાતમાંથી દક્ષિણ-પશ્વિમના ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવે પૂર્વોતર રાજયોમાં વિદાય બાકી છે. દક્ષિણ ભારતના તામિલનાડુ, કેરાલા, કર્ણાટક, આંધ્રમાં ચોમાસાની વિદાય હજુ બાકી છે. હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયુ છે. ઉપરાંત અપરએર સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ છે. તેના લીધે શનિવાર અને રવિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં પડવાની શક્યતા