1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીના મુદ્દે ભારે વિવાદ સર્જાયા બાદ ફરીવાર કરારી અધ્યાપકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં 72 જગ્યાઓ માટે 599 જેટલી અરજીઓ મળી છે. આ વખતે ભરતીમાં કોઈ વિવાદ ન થાય તે માટે ભારે તકેદારી રાખવામાં આવી રહી છે. અને કરારી અધ્યાપકોની ભરતી પારદર્શકતાથી થાય તે માટે અન્ય યુનિવર્સીટીના જે તે વિદ્યાશાખાના ડીન તથા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના પ્રતિનિધિ ઇન્ટરવ્યૂ કમિટીમાં બેસશે. જેમાં ભવનના અધ્યક્ષ અને ફેકલ્ટી ડીન ઉપસ્થિત રહી શકશે. આ માટે ટૂંક સમયમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી માટે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને છે. જેમાં આંકડાશાસ્ત્ર ભવનમાં કુલ 3 જગ્યા સામે માત્ર 4 જ ઉમેદવારો નોંધાયા છે જયારે લાઈબ્રેરી સાયન્સ ભવનમાં કુલ 1 જગ્યા સામે 2 ઉમેદવારો નોંધાયા છે. અગાઉ ભરતી રદ કરવામાં આવી હતી. જેમાં ભાજપના જ સિન્ડિકેટ સભ્યો દ્વારા કેટલાક  ઉમેદવારોને સિલેક્ટ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આથી ભલામણ કાંડ કારણે રદ થયેલી કરાર આધારિત અધ્યાપકોની ભરતી ફરી એક વખત કરવામાં આવી રહી છે. જેમાં આ વખતે ઇન્ટરવ્યૂમાં સિન્ડિકેટ સભ્યો નહિ બેસી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ભરતી પારદર્શકતાથી થાય તે માટે અન્ય યુનિવર્સીટીના જે તે વિદ્યાશાખાના ડીન તથા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના પ્રતિનિધિ ઇન્ટરવ્યુ કમિટીમાં બેસશે. જેમાં ભવનના અધ્યક્ષ અને ફેકલ્ટી ડીન ઉપસ્થિત રહી શકશે. આ માટે ટૂંક સમયમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી માટે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કરાર આધારિત અધ્યાપકોની 72 જગ્યાઓ છે.જેમાં ભૌતિક શાસ્ત્રમાં 4 જગ્યા સામે 50 અરજીઓ, બાયો સાયન્સમાં 8 જગ્યા સામે 49 અરજીઓ, ફાર્મા સાયન્સમાં 8 જગ્યા સામે 49 અરજીઓ આવી છે. અરજીઓની સ્કુટીની કરીને ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code