Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ ટેસ્ટના આધારે જ પીએચ.ડીમાં પ્રવેશ અપાશે,

Social Share

રાજકોટઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ, પીએચ.ડી.માં એડમિશન માટે વિદ્યાર્થીઓએ NET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પીએચડીમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લઈને એના મેરીટને આધારે પ્રવેશ આપવામાં આવશે. અને એક મહિનામાં જ પીએચડીમાં પ્રવેશ માટેની અન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા તમામ યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.માં એડમિશન માટે નેશનલ એલીજીબિલિટી ટેસ્ટને ફરજિયાત ગણવામાં આવી હતી. જોકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિશો દ્વારા આ વર્ષે UGCનું અનુકરણ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે, જેથી આ વર્ષે પીએચ.ડી.માં એડમિશન માટે આગામી મહિને પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમાં માસ્ટર ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ તો અગાઉ પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ ગાઈડના અભાવે એડમિશન મેળવી શકતા વિદ્યાર્થીઓએ મેરીટ ટેસ્ટ આપવાની રહેશે. યુનિવર્સિટીમાં દર વર્ષે 1,200 જેટલા વિદ્યાર્થીઓ પીએચ.ડી.માં એડમિશન માટેની એન્ટ્રન્સ અને મેરીટ ટેસ્ટ આપે છે. જોકે, તેમાંથી 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે, પરંતુ ગાઈડના અભાવે 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ   યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ, આ વર્ષે પીએચ.ડી.માં એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ NET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. જોકે, હવે અગાઉ પીએચ.ડી. પાસ કરેલા અને પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે UGC NETની અમલવારી કરવાનું મોકૂફ રાખવામાં આવ્યુ છે. એક મહિનામાં Ph.D. પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવશે. જેમા માસ્ટર ડિગ્રી પાસ થયેલા વિદ્યાર્થીઓને પીએચ. ડી. એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. જ્યારે અગાઉ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કરેલી હોય અને NET પરીક્ષા પણ પાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓએ મેરીટ ટેસ્ટ આપવાની રહેશે.