અમદાવાદઃ ગુજરાતની એક દિવસે આવેલા મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ પ્રમોશન એન્ડ ઓર્થોરીઝન સેન્ટરના (IN-SPACe Center) હેડક્વાર્ટરનું લોકાર્પણ હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હવે વૈજ્ઞાનિકો અને યુવાનોને નવું વિચારવાનો મોકો મળશે. ઈન સ્પેસ સેન્ટર નવા અવસર લઈને આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ સ્પેસ સેકટરમાં ભારતના યુવાઓને મોકો નહતો મળતો. યુવાઓમાં રિસ્ક ટેકિંગ કેપેસિટી ખૂબ વધારે હોય છે, જેના કારણે કઈક નવું શીખવા મળે છે. આપણા દેશમાં અલગ અલગ સેકટરમાં આજ હાલત હતી, કે સમયથી સાથે રેગ્યુલેશન અને રિસ્ટ્રીકશન વચ્ચેનો ભેદ ભુલાવી દેવાયો હતો. આજે યુવાઓને તક આપવી જ પડશે, એ સમય ગયો કે અમુક કામ ફક્ત સરકારી સેક્ટર જ કરી શકે. સંરક્ષણ ક્ષેત્ર હોય કે ડ્રોન પોલિસી, અમારી સરકાર દરેક દિશામાં ખાનગી ક્ષેત્રો માટે મહત્તમ કામ કરી રહી છે. ઇસરો નું દરેક મિશન દેશવાસીઓ માટે અનેક અપેક્ષાઓ સાથે આગળ વધતું હોય છે. આ સેકટરમાં ખાનગી કંપનીઓ આવતા તેમાં વધારો થશે. આપણા સૌના જીવનમાં સ્પેસ ટેકનોલોજીનો ફાળો સતત વધતો જઈ રહ્યો છે, આપણા સૌના જીવનમાં સ્પેસ ટેકનોલોજીનો ફાળો સતત વધતો જઈ રહ્યો છે. સ્પેસ ટેકનોલોજી હવે દુરની સ્પેસ નહિ, પરંતુ પર્સનલ સ્પેસ પણ બનતી જાય છે. આપણે વિશ્વની સ્પેસ ઇન્ડસ્ટ્રી માં પોતનું સ્થાન બનાવવાનું છે. આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ માટે અનંત સંભવનાઓ રહેલી છે, સ્પેસ સેકટરમાં ખાનગી કંપનીઓ ની જરૂરિયાત ને પૂર્ણ કરવા ઇન્સ્પેસ સિંગલ વિંડો નોડલ એજન્સી તરીકે કામ કરશે, અમે સ્પેસ સેકટરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે નવી પોલિસી લાવવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાન બન્યા બાદ જયારે હું ઇસરોના પ્રથમ પ્રોજેકટ માટે ગયો ત્યારે અમે નક્કી કર્યું, જ્યાં દેશના કોઈપણ વિધાર્થી બેસીને જોઈ શકે છે.