- સુરક્ષાદળોને મળી મોટી સફળતા
- બે આતંકવાદીઓને કર્યા ઠાર
- સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર:જમ્મુ કાશ્મીર દેશનો એક એવો વિસ્તાર છે કે જ્યા આતંકીઓની નજર રહેતી હોય છે.જોકે સુરક્ષાદળો તેમના નાપાક ઈરાદા પર પાણી ફેરવી રહ્યા છે,ત્યારે ફરી એક વખ જમ્મુ અને કાશ્મીરમાં આવેલા શ્રીનગરમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ,જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થયું હતું જેમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.આ અથડામણમાં બે આતંકીઓનો ઠાર કરવામાં આવ્યો છે.બંને સ્થાનિક આતંકવાદી હતા. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. કેટલીક વાંધાજનક સામગ્રી પણ હસ્તગત કરવામાં આવી છે.
કાશ્મીરના આઈજીપી વિજય કુમારના જણાવ્યા અનુસાર, બંને આતંકવાદીઓ તાજેતરની અનેક ઘટનાઓમાં સામેલ હતા. અનેક નાગરિકોની હત્યા પાછળ પણ તેનો હાથ હતો.
આ પહેલા સોમવારે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીની ધરપકડ કરવામાં આવી હતી.આતંકીઓને બડગામના સુનેરગુંડ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. તેની પાસેથી ચીની પિસ્તોલ,બે પિસ્તોલ મેગેનીઝ,12 પિસ્તોલ રાઉન્ડ અને 32 એકે 47 રાઉન્ડ સહીતની વાંધાજનક સામગ્રી મળી આવી હતી.