Site icon Revoi.in

સુકમામાં મેલીવિદ્યાની શંકાના આધારે લોકોએ 5 વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યાં

Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢના આદિવાસી બહુલ સુકમા જિલ્લાના એક ગામમાં બે યુગલો અને એક મહિલાને મેલીવિદ્યાની શંકાના આધારે માર મારીને તેમને મોતને ઘાટ ઉતારવાની ઘટનાને પગલે સનસનાટી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. હત્યાના સંબંધમાં એક જ ગામના પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના કોન્ટા પોલીસ સ્ટેશન વિસ્તારના એકતાલ ગામમાં બની હતી અને પીડિતોની ઓળખ મૌસમ કન્ના (ઉ.વ 34), તેની પત્ની મૌસમ બીરી, મૌસમ બુછા (ઉ.વ 34), તેની પત્ની મૌસમ આરઝૂ (ઉ.વ 32) અને અન્ય એક તરીકે થઈ હતી. સ્ત્રી કાર્કા લચ્છી (ઉ.વ. 43) તરીકે થઈ છે. મેલીવિદ્યાની શંકામાં તેઓને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં શંકાના આધારે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફ્લો સ્થળ પર દોડી ગયો હતો.

તેમણે કહ્યું કે કસ્ટડીમાં લેવામાં આવેલા આરોપીઓમાં સાવલામ રાજેશ (ઉ.વ. 21), સાવલામ હિડમા, કરમ સત્યમ (ઉ.વ. 35), કુંજમ મુકેશ (ઉ.વ. 28) અને પોડિયામ એન્કાનો સમાવેશ થાય છે. આ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલુ છે. તપાસ બાદ સત્ય બહાર આવશે. રાજ્યના બાલોડાબજાર-ભાટપારા જિલ્લામાં ગુરુવારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં 11 મહિનાના બાળક સહિત એક જ પરિવારના ચાર લોકોની મેલીવિદ્યાની શંકાના આધારે હત્યા કરવામાં આવી હતી. જો કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.