- હજીરા અને પલસાણાના ઉદ્યોગોને સપ્લાય કરાશે
- શહેરમાં દરરોજ 700 એમએલડી ગંદુ પાણી નીકળે છે
- સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરાશે
અમદાવાદઃ સુરતમાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી હજીરા અને પલસાણાના ઉદ્યોગોને સપ્લાય કરવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, આનાથી ન માત્ર પાણીની બચત થશે પણ કોર્પોરેશન માટે આવકનું એક સાધન પણ ઉભું થશે.
કોર્પોરેશન મુજબ,શહેરમાં દૈનિક 700 MLDથી વધુ ગંદું પાણી નીકળે છે, અત્યાર સુધી આ પાણીને શુદ્ધ કરી નદી કે અન્ય જળાશાયોમાં છોડવામાં આવતું હતું. પણ હવે ગટરના પાણીને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે શુદ્ધ કરી ઔધોગિક વપરાશ માટે સપ્લાય કરાશે.અગાઉ બમરોલી પ્લાન્ટમાં પાણી ટ્રીટ કર્યા બાદ પાંડેસરના ઉદ્યોગોને પાણી વેચાતુ આપવાનો પ્રયોગ સફળ રહ્યો હતો.કોર્પોરેશનની નવી દરખાસ્તને મંજુરી અપાતા હજીરા ઇન્ડસ્ટ્રીથી 262 કરોડ અને પલસાણા ઇન્ડસ્ટ્રીથી 122 કરોડ મળી કુલ 384 કરોડની વાર્ષિક આવક થશે.