સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને પણ હવે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ યાને જનભાગીદારીનો મોહ લાગ્યો છે. હવે તો ખર્ચ ઘટાડવા માટે જાહેર સેવાને પણ પીપીપીના રૂપાળા માને માનીતાઓને પધરાવી દેવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશને અત્યાર સુધીમાં સાત મોટા ગાર્ડન પીપીપી ધોરણે આપી દીધા છે અને આઠ મોટા ગાર્ડનને પીપીપી મોડલ પર આપવાની કામગીરીના કારણે ગાર્ડનના મેઈન્ટેનન્સમાંથી મુક્તિ મળી રહી છે . હજી પણ કેટલાક મોટા ગાર્ડન પીપીપી મોડલ પર આપવા માટે કવાયત ચાલે છે . જે મોટા ગાર્ડન પીપીપી ધોરણે આપી દે તો તેના મેઈન્ટનન્સનો ખર્ચ બચી જાય અને તેનામાંથી જે આવક થાય છે તે આવક નાના ગાર્ડનના મેઈન્ટેનન્સમાં ઉપયોગમાં આવતાં શહેરના 240 જેટલા ગાર્ડન મેઈન્ટેનન્સ ઝીરો થઈ શકે તેમ છે .
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેર વિસ્તારમાં પર્યાવરણની જાળવણી અને લોકોના મનોરંજન માટે નાના મોટા 240 ગાર્ડન છે . 20 જેટલા ગાર્ડનનું ક્ષેત્રફળ 10 હજાર ચો.મી. કરતા પણ મોટું છે . આવા ગાર્ડનમાં હોર્ટીલ્ચર , સિક્યુરીટી અને અન્ય મેઈન્ટેનન્સનો વાર્ષિક ખર્ચ સાડા ત્રણ કરોડ કરતાં પણ વધુ થાય છે . હાલમાં મ્યુનિ.ની આવકના બોટોનિકલ ગાર્ડન પાલ ગાર્ડન સી.એસ.આર. ( કંપની સોશ્યલ મ્યુનિ.ને રિસ્પોન્સીબીલીટી ) હેઠળ આપ્યા છે . સી.એસ.આર. હેઠળ ગાર્ડન આપ્યા છે તેના કારણે તે ગાર્ડનનું મેઈન્ટનન્સ બચી ગયું છે . જ્યારે છ ગાર્ડન આપ્યા છે તેના મેઈન્ટેનન્સ માટે ટેન્ડર બહાર પડશે. હજી વધુ ગાર્ડન પીપીપી મોડલ પર આપે તો તેનામાંથી થતી આવકમાં બાકીના નાના ગાર્ડનના મેઈન્ટેન્સનો ખર્ચ પણ ઝીરો થઈ શકે તેમ છે .
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ કે, સુરત મ્યુનિ.એ સાત ગાર્ડન પીપીપી મોડલ પર આપ્યા છે તેમાંથી ત્રણ ગાર્ડનમાં એન્ટ્રી ફી રાખવામાં આવી છે , જ્યારે પીપીપી મોડલના બાકીના ચાર ગાર્ડનમાં એન્ટ્રી નથી . પીપીપી મોડલ પર ગાર્ડન આપે છે તેમાં ગાર્ડનની 10 ટકા જગ્યામાં પીપીપી મોડલ પર ગાર્ડન જે કંપની લે છે તે કોમર્શિયલ એક્ટીવીટી કરી શકે છે . પીપીપી મોડલ પીપીપી ધોરણે અપાયેલા ગાર્ડન સફળ થતા સુરત મ્યુનિ. આગામી દિવસોમાં જુદા જુદા ઝોનમાં વધુ નવ ગાર્ડનને પીપીપી મોડલ પર આપવા માટે જઈ રહી છે . જેના માટેની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે આગામી દિવસોમાં ટેન્ડર ખુલ્યા બાદ આ ગાર્ડનમાંથી મ્યુનિ.ને કેટલી આવક થાય તેની ખબર પડશે . આમ મોટા ગાર્ડનને પીપીપી મોડેલથી આપી મેઇન્ટેનન્સ બચાવીને તેની આવક ઉભી કરીને તેમાંથી નાના ગાર્ડનનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે. આમ કોર્પોરેશન હવે ગાર્ડન ઝીરો મેઇન્ટેનન્સ સાબિત થશે