સુરતમાં કાદવ-કીચડમાં કપડા ન બગડે તે માટે ડેપ્યુટી મેયર ફાયરના ઓફિસરના ગળે ટીંગાઈ ગયા
સુરતઃ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં પરવટ પાટિયા પાસે ખાડીમાં ડુબી ગયેલા એક યુવાનનો મૃતદેહ ચાર દિવસે મળ્યો હતો. આ વિસ્તારમાં પાણી ઓસરતાં જ ઘટના સ્થળે ભાજપના નેતાઓ દોડી ગયા હતા. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા પછી શહેરના ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ પણ સ્થળ પહોંચ્યા હતા. જ્યાં ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ-કિચડ હતો. તેથી મહાશયને પોતાના કપડા કાદવ-કીટડથી બગડવાનો ભય હતો. દરમિયાન રોડ પર ઉભેલા ફાયરના સબ ઓફિસરે ડેપ્યુટી મેયરને કહ્યું “હું તમને લઈ જઉ?’ કહેતા જ ડો.નરેન્દ્ર પાટીલ હસતાં હસતાં બે પગ ઉંચા કરી ઓફિસરના ખભે ટિંગાઈ ગયા હતા. નરેન્દ્ર પાટીલનું જાણે રેસ્ક્યુ કરાયું હોય તેવું દૃશ્ય સર્જાયું હતુ.
સુરત શહેરના પરવટ પાટિયા પાસે ખાડીમાં ડૂબી ગયેલા યુવકનો ચાર દિવસે મૃતદેહ મળ્યો હતો. આ પાણી ઓસરતાં જ ઘટના સ્થળે ભાજપના નેતાઓ દોડી ગયા હતા. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા પછી ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ સ્થળ પરથી રોડ પર જવા નીકળ્યા હતાં. ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ-કિચડ હતો.જો કે આમ છતાં અહીં ઉભેલા ફાયરના સબ ઓફિસર ડેપ્યુટી મેયરને કહ્યું “હું તમને લઈ જઉ?’ કહેતા જ ડો.નરેન્દ્ર પાટીલ હસતાં હસતાં બે પગ ઉંચા કરી ઓફિસરના ખભે ટિંગાઈ ગયા હતા. નરેન્દ્ર પાટીલનું જાણે રેસ્ક્યુ કરાયું હોય તેવું દૃશ્ય સર્જાયું. આ મામલે ડેપ્યુટી મેયરને ઊંચકીને લઇ જનારા સબ ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, ડે. મેયરને પગમાં ઇન્ફેકશન હતું. ત્યાં બેથી ત્રણ ફૂટ કીચડ હોવાથી વધારે ઇન્ફેકશન ન થાય એટલે તેઓને રોડ પર બહાર ઉતર્યા હતા. રોડ સાઈડથી ફૂટપાઠ પર આવી શકાતું હતું, પણ તેના માટે લાંબુ ફરીને જવું પડે તેમ હોવાથી તેઓને સેફલી રોડ પર જ ઉતાર્ય હતાં.