- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરયો નિર્ણય
- તાપી નદીના કિનારાઓને કરાશે સીલ
- ગણેશ મહોત્સવમાં 50 સ્થળો ઉપર કરાય છે સ્થાપના
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિવિધ તહેવારો અને પ્રસંગોને પણ અસર થઈ છે. ગયા વર્ષે હજારો લોકોએ ગણેશ મહોત્સવ અને દશા માતાજીનું વર્તની ઉજવણી કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓએ ઘર આંગણે જ મૂર્તિનું વિસર્જન કર્યું હતું. દરમિયાન સુરતમાં આ વર્ષે પણ દશામા તથા ગણેશજીની મૂર્તિ તાપી નદીમાં વિકર્જન નહીં કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. તાપી નદીના આરાઓ ઉપર કોઈને મૂર્તિના વિસર્જન માટે જવા નહીં દેવાય.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, ગયા વર્ષે કોરોનાને પગલે સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોરોનાના કેસ ઓછા હોવાથી આ વર્ષે ગણેશ મહોત્સવની નિયમો અનુસાર ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે ગણપતિ બાપ્પાની અંદાજે 50 હજાર જેટલી પ્રતિમાઓનું તાપીમાં વિસર્જન થતું હતું. આ વર્ષે અંદાજે 5 હજારથી વધુ દશામાની પ્રતિમાઓનું સ્થાપન થયું છે. જોકે આ વર્ષે એકપણ પ્રતિમાઓનું વિસર્જન તાપી નદીમાં નહીં કરવા મનપાએ નક્કી કર્યું છે.
પાલિકા દ્વારા તમામ ગણપતિ અને દશામાની પ્રતિમાઓનું વિસર્જન ઘરઆંગણે જ કરવા સૂચન કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે હાલ કૃત્રિમ તળાવને લઈને કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. જેથી ઘર આંગણે જ પ્રતિમાઓના વિસર્જન પર ભાર મુકવામાં આવ્યો છે.
(Photo-File)