Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં ભુંડ પકડનારા બે જૂથ બાખડી પડ્યા, વાહનો અથડાવી તલવારોથી હુમલા કર્યા

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરના 80 ફીટ રોડ ઉપર ભરબજારે બે જૂથો ઘાતક હથીયારો સાથે એક બીજા ઉપર તૂટી પડ્યા હતા. જાહેરમાં સામસામે વાહનો અથડાવીને તલવારો ઉછાળતા લોહિયાળ જંગ ખેલાયો હતો. આ મારામારીની ઘટનામાં ચાર ઈસમોને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જૂથ અથડામણનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ પોલીસે ત્વરિત કામગીરી શરૂ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર શહેરમાં જાહેરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જાહેર રસ્તા પર એકબીજા સાથે વાહનો અથડાવતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. ભરબજારે બે જૂથો ઘાતક હથિયારો સાથે એક બીજા ઉપર તૂટી પડ્યા હતા. ભૂંડ પકડનારા બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાનું અનુમાન છે. ધોળા દિવસે એક બીજા પર જીવલેણ હથિયારોથી હૂમલો કરતા ચાર લોકોને ઈજા પહોંચી છે. જેથી તેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.બન્ને જૂથોએ સામસામે વાહનો અથડાવીને તોડફોડ પણ કરી હતી. જાહેરમાં બઘડાટી બોલતા અફડાતફડી મચી હતી. ભરબજારે જૂથ અથડામણનો વીડિયો સામે આવતા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી.

સૂત્રોના કહેવા મુજબ સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણ મામલો જાહેર રોડ ઉપર આંતક ફેલાવનારા બે આરોપીને પોલીસે પકડી લીધા હતા. જ્યારે પોલીસ અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે. જ્યારે પોલીસે નગરપાલિકા ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો. જાહેર રસ્તા ઉપર બનેલી મારામારીની ઘટના બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી કે, ભૂંડ પકડવાના મામલે અથડામણ થઇ હોવાનું બહાર આવ્યું છે. બે જૂથોએ સામસામે વાહનો અથડાવીને તોડફોડ પણ કરી હતી. જાહેરમાં બઘડાટી બોલતા અફડાતફડી મચી હતી. ભરબજારે જૂથ અથડામણનો વીડિયો સામે આવતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.