1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તલાલા ગીરમાં માવઠાથી રવિપાકને નુકશાન થવાની દહેશતથી ખેડુતો ચિંતિત
તલાલા ગીરમાં માવઠાથી રવિપાકને નુકશાન થવાની દહેશતથી ખેડુતો ચિંતિત

તલાલા ગીરમાં માવઠાથી રવિપાકને નુકશાન થવાની દહેશતથી ખેડુતો ચિંતિત

0
Social Share

જુનાગઢઃ સોરઠ પંથકમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. ગીર વિસ્તારમાં સમી સાંજે અચાનક વાતવાતમાં પલટો આવ્યા બાદ અડધો કલાક વરસાદ વરસતાં રસ્તા અને શેરીઓમાં પાણી વહેતા થયા હતા. તેમજ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં પાકને નુકસાન પહોંચવાની ભિતી સેવાઈ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના કાટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. તાલાલા ગીર પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. જેના પગલે પ્રખ્યાત કેસર કેરીના પાક તથા શિયાળુ પાકોને નુકસાન થવાની ભિતી સર્જાતા જગતનો તાત ચિંતાતુર બન્યો હતો. જ્યારે મોડી સાંજે સુત્રાપાડા પંથકના પ્રાંચી, પ્રાસલી, ગાંગેથા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદનું માવઠું વરસતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ હતી.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં સમી સાંજે અચાનક કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતો ચિંતામય બની ગયા હતા. આજે સાંજે કાળા ડિબાંગ વાદળો સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે 20થી 25 મિનીટ સુધી વરસ્યો હતો. આ વરસાદ તાલાલા શહેર ઉપરાંત આંકોલવાડી, ધાવા ગીર, લુશાળા ગીર,બોરવાવ ગીર, માધુપુર ગીર,ચિત્રાવડ ગીર, આંબળાશ ગીર, ઘુંસિયા ગીર સહિત અનેક ગામોમાં ઓછા વત્તા પ્રમાણમાં પડ્યો છે. આજના કમોસમી વરસાદથી કેસર કેરી સહિત શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અત્યારે પણ તાલાલા પંથકમાં સર્વત્ર વરસાદી માહોલ છવાયો હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ પ્રખ્યાત કેસર કેરીના ગઢ સમાન તાલાલામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કારણ કે, તાલાલા પંથકમાં 70%થી વધુ ખેડૂતો કેસર કેરીના પાક ઉપર નિર્ભર હોય છે. આ સમય કેરીનું ફ્લાવરિંગ શરૂ થવાનો સમય હોય ત્યારે કમોસમી વરસાદ કેરીના પાક માટે અભિશાપ સાબિત થઈ શકે તેવું ખેડૂતો માની રહ્યા છે. કમોસમી વરસાદના કારણે છેલ્લા ત્રણ-ચાર સિઝનથી તાલાલામાં કેસર કેરીના પાકમાં ઉતરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ સિઝનની શરૂઆતમાં કમોસમી વરસાદ થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code