તેલંગણામાં પીએમ મોદી એ ભરી હુંકાર , વિપક્ષને આડે હાથ લેતા કહ્યું, ‘રાજ્યના લોકો એક બીમારીને દૂર કરીને બીજી બીમારીને ગળે નહીં લગાવે ‘
હૈદરાબાદ- તેલંગાણા માં વિધાનસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અહી કમર કસી રહી છે પીએમ મોદી આજે પોતે ચુંટણી નો મોરચો સંભાળ્યો છે પીએમ મોદી તેલંગણની મુલાકાતે જાહેર સભાને સંબોધી હતી આ દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા .
તેલંગાણા વિધાનસભા ચૂંટણીને લઈને પીએમ મોદી આજે હૈદરાબાદના મહબૂબાબાદ અને કરીમનગરમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી અને હૈદરાબાદમાં રોડ શો યોજ્યો હતો આ સિવાય અમિત શાહ, અનુરાગ ઠાકુર, જેપી નડ્ડા, સીએમ હિમંતા બિસ્વા સરમા સહિત અન્ય નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં ભાગ લેતા જોવા મળ્યાં હતા .
મહબૂબાબાદમાં એક રેલીને સંબોધતા પીએમએ કહ્યું કે કેટલાક લોકો તેલંગાણામાં કોંગ્રેસ વિશે ભ્રમ ફેલાવી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસ અને કેસીઆર તેલંગાણાને બરબાદ કરવામાં સમાન પાપી છે. તેથી તેલંગાણાના લોકો એક રોગને દૂર કરીને બીજી બીમારીને પ્રવેશવા દેતા નથી.પીએમે કહ્યું કે ભાજપને આશીર્વાદ આપવા માટે તમારું મોટી સંખ્યામાં આવવું એ દર્શાવે છે કે તેલંગાણા એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે બીઆરએસ અને કોંગ્રેસે હંમેશા એસસી અને એસટી સાથે દગો કર્યો છે. તે ભારતીય જનતા પાર્ટી છે જે સાચા અર્થમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત કરી રહી છે. ભાજપ હેઠળ અનુસૂચિત જનજાતિઓને સશક્ત કરવામાં આવી રહી છે. બીજેપી આપણા આદિવાસી નાયકોના સન્માન માટે સંગ્રહાલયો સ્થાપી રહી છે અને દેશના આદિવાસી વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે શિષ્યવૃત્તિ સુનિશ્ચિત કરી રહી છે.
પીએમ મોડી એ કહ્યું કે મને એ વાતનો અહેસાસ થયો છે કે તેલંગાણાના લોકો KCR સરકારને ઉથલાવવાની તૈયારીમાં છે. કોંગ્રેસ અને કેસીઆર બંને પાપી છે, બંને તેલંગાણા રાજ્યને બરબાદ કરી રહ્યા છે.
પીએમએ કહ્યું કે કેસીઆર પહેલાથી જ ભાજપની વધતી તાકાતનો અહેસાસ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે લાંબા સમયથી કેસીઆર ભાજપ સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે તેઓ એકવાર દિલ્હી આવ્યા હતા, ત્યારે કેસીઆર મને મળ્યા હતા અને તે જ વિનંતી કરી હતી, પરંતુ ભાજપ તેલંગાણાના લોકોની ઇચ્છા વિરુદ્ધ કંઈ કરી શકે નહીં.