દિલ્હીઃ- ભારત દેશ અનેક ક્ષેત્રમાં આગળ વધતો દેશ છે હવે તે વિશ્વની સાથે સાથે કદમ મિલાવી રહ્યો છે દેશમાં કોઈ પણ ક્ષેત્ર હોય ભારતની પ્રગતિ નોંધપાત્ર બને છે ત્યારે હવે ઈન્ટરનેટ કનેક્ટિવિટી મામલે પણ ભારતે સારો અંક પ્રાપ્ત કર્યો છે.
હવે ભારત દેશે શ્રેષ્ઠ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના મામલે ભારતે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. બીજી તરફ સુરક્ષાના મામલે ભારતનું સ્થાન સરેરાશ કરતા વધુ સારું જોવા મળ્યું છે. વૈશ્વિક બિન-લાભકારી સંસ્થા ઈન્ટરનેટ સોસાયટી દ્વારા વિતેલા દિવસના રોજ જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
આ જારી કરાયેલા રિપોર્ટમાં ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કામગીરી, સુરક્ષા અને બજારની તૈયારી જોવા મળે છે. જોકે, આ યાદીમાં ભારત પાકિસ્તાન કરતાં વધુ સારું સ્થાન ધરાવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષાના મામલે ભારતની સ્થિતિ સરેરાશ કરતા સારી છે. સુરક્ષાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વધુ સારું છે
જો કે, ભારત પાડોશી દેશો ભૂટાન, બાંગ્લાદેશ અને નેપાળથી પણ પાછળ છે. વૈશ્વિક બિન-લાભકારી સંસ્થા ઈન્ટરનેટ સોસાયટી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.જાણકારી પ્રમાણે આ રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે લડાયક અથવા મજબૂત ઇન્ટરનેટ કનેક્શન નિષ્ફળતાઓ અથવા સામાન્ય કામગીરીમાં પડકારો વચ્ચે સેવાના સ્વીકાર્ય સ્તરને જાળવી રાખે છે.