Site icon Revoi.in

સાયબર સિક્યુરિટીના મામલે ભારત વિશ્વના ટોપ-10 દેશોમાં, ચીન કરતા પણ આગળ

Social Share

દિલ્હી : ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન તરફથી રજૂ કરેલા ગ્લોબલ સાયબર સિક્યોટિટી ઇન્ડેક્સ અનુસાર સાયબર સિક્યોરિટીના મામલે ભારતને 100માથી 97.5 અંક મળ્યા છે. આ અંક મુજબ ભારત હવે સાયબર સિક્યુરિટીના મામલે વિશ્વના ટોપ-10 દેશોમાં આવી ગયું છે.

જો કે ભારત માટે આ ગર્વની વાત છે. ભારતે ચીનને પણ આ યાદીમાં પાછળ રાખી દીધુ છે. પહેલા ભારત 47માં સ્થાન ઉપર હતું અને હવે ટોપ-10માં આવી ગયું છે. જો કે ચીન 92.53 પોઈન્ટ સાથે ચીન 33માં તથા 64.88 અંકોની સાથે પાકિસ્તાન 79માં સ્થાન ઉપર છે.

સંયુક્ત રાષ્ટ્રમાં પર્મેનેન્ટ ભારતીય મિશનના ટ્વીટર એકાઉન્ટ તરફથી આ જાણકારી આપી છે.

સાયબર સિક્યોરિટી મામલે આખી દુનિયામાં અમેરિકા નંબર વન પર છે. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનના ગ્લોબલ સાયબર સિક્યોરિટી ઇન્ડેક્સમાં અમેરિકાને 100માંથી 100 પોઈન્ટ આપ્યા છે. જ્યારે અમેરિકા બાદ 99.54 પોઈન્ટ સાથે યુકે અને સાઉદી અરબ બીજા સ્થાન ઉપર છે. ત્રીજા નંબર ઉપર 99.48 પોઈન્ટ સાથે ઇસ્ટોનિયા છે.

આખા એશિયા પ્રશાંત વિસ્તારમાં ભારત ચોથા સ્થાન ઉપર છે. એશિયા પ્રશાંત ક્ષેત્રમાં દક્ષિણ કોરિયા, સિંગાપુર, મલેશિયા અને જાપાન ભારતથી આગળ છે. એશિયમાં ભારતના પડોશી દેશ ચીન 8માં, બાંગ્લાદેશ 11માં, પાકિસ્તાન 14માં, શ્રીલંકા 15માં અને નેપાળ 17માં સ્થાન ઉપર છે.