Site icon Revoi.in

દુધના ઉત્પાદન બાબતે ભારત વિશ્વમાં પ્રથમ નંબરનો દેશ, ભારતનું યોગદાન 24 ટકા – કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં આપી જાણકારી

Social Share

દિલ્હીઃ- ભારત દેશ દરેક મોર્ચે આગળ આવી રહ્યો છે, અનેક ક્ષેત્રમાં પ્રતિ કરી રહ્યો છે ત્યારે હવે વિશઅવભરમાં દૂધનું ઉત્પાદન કરવામાં ભારત નંબર 1 દેશ બની ચૂક્યો છે. વિતેલા દિવસને મંગળવારના રોજ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ આ અંગે જાણકારી શેર કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ બની ગયો છે.  મંત્રીએ એક લેખિત પત્રમાં કહ્યું, ‘ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન કોર્પોરેટ સ્ટેટિસ્ટિકલ ડેટાબેઝ ના ઉત્પાદન ડેટા પ્રમાણે, ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં 24 ટકા યોગદાન આપતો વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. 

 ભારતના દૂધ ઉત્પાદનમાં છેલ્લાં આઠ વર્ષ – 2014-15 અને 2021-22 દરમિયાન 51 ટકાનો વધારો નોંધાયો છે અને 2021-22માં તે વધીને 220 મિલિયન ટન થયો છે. મંત્રીએ એમ પણ કહ્યું કે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા ડેરી ક્ષેત્રના આર્થિક રીતે નબળા ખેડૂતોને ફાયદો કરી રહી છે.

નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત પ્રાપ્તિ, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગનો હિસ્સો વધારવાનો છે. NPDD ની શરૂઆત ફેબ્રુઆરી 2014 માં ત્રણ વર્તમાન યોજનાઓને મર્જ કરીને કરવામાં આવી હતી –

સઘન ડેરી વિકાસ કાર્યક્રમ, ગુણવત્તા અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે માળખાને મજબૂત બનાવવું અને સહકારી મંડળીઓને સહાય. NPDD ની પુનઃરચના જુલાઈ 2021 માં દૂધ ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને માર્કેટિંગનો હિસ્સો વધારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે.