દિલ્હીઃ- આફ્રિકાના દેશ નાજીઝરમાં રાષ્ટ્રપતિની ધરપકડ કરી લેવામાં આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે નાઇજરના રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા છે, નાઈજરમાં સેનાનો દાવો છે કે તેમણે બળવો કર્યો છે. નાઈજાન સેનાનો દાવો છે કે તેઓએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બજોમની સરકારને ઉથલાવી દીધી છે. તેઓએ રાષ્ટ્રપતિ બઝૌમને કેદ કર્યા છે. સૈનિકોએ યુએન-યુએસના હસ્તક્ષેપ સામે વાંધો ઉઠાવ્યો અને તેમને ધમકી આપી.
આફ્રિકન દેશ નાઇજરમાં, સૈનિકોએ બુધવારની મોડી રાત્રે રાષ્ટ્રપતિ મોહમ્મદ બઝૌમની સત્તાને ઉથલપાથલ કરી દીધી હતી. સૈનિકોએ રાષ્ટ્રપતિ બઝૌમને સત્તા પરથી હટાવવાનો દાવો કર્યો હતો. નાઇજર સૈનિકો દ્વારા જાહેરાતના થોડા કલાકો પછી, રાષ્ટ્રપતિના રક્ષણમાં રોકાયેલા ચુનંદા રક્ષક દ્વારા બાઝૌમને તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરાઈ હતી.
જો મીડિયા ની માનીએ તો, સૈનિકોએ નાઈજરની રાષ્ટ્રીય ચેનલ પર જાહેરાત કરી છે. કર્નલ અમાદૌ અબ્દ્રમાને તેમના સાથી સૈનિકો અને અધિકારીઓ સાથે ટીવી પર દેખાડ્યા હતા. તેણે ટીવી પર બજોમની સરકારને તોડી પાડવાની જાહેરાત કરી.
આ સહીતના વિદેશી અહેવાલો અનુસાર, કર્નલ ટીવી પર લાઈવ આવ્યા અને કહ્યું કે દેશમાં બગડતી સુરક્ષા વ્યવસ્થા અને ખરાબ શાસનને કારણે અમે રાષ્ટ્રપતિ શાસન ખતમ કરી રહ્યા છીએ. નાઇજરની સરહદો સીલ કરવામાં આવી છે. હવે ન તો કોઈ દેશની બહાર જઈ શકે છે અને ન તો બહારથી દેશમાં પ્રવેશી શકે છે.તેમ જણાવ્યું હતું.
નાઇજર સૈનિકોએ કહ્યું કે દેશની સરહદો બંધ કરી દેવામાં આવી છે અને દેશવ્યાપી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દેશની તમામ સંસ્થાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે કર્નલ-મેજર અબ્દ્રમાને તેમનું નિવેદન વાંચી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં અન્ય નવ અધિકારીઓ હાજર હતા. આ જૂથ પોતાને દેશની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ તરીકે સંબોધે છે.
ઉલ્લેખનીય છે કે માહિતી મળતા જ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે તેઓ નાઈજરના રાષ્ટ્રપતિને શક્ય તમામ મદદ કરશે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે પણ કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. તેમને સંયુક્ત રાષ્ટ્ર તરફથી સંપૂર્ણ સમર્થન આપવાનું કહેવામાં આવ્યું છે